<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

વંથલીના લુશાળા ગામે કેફી પીણું પીને સતાધાર પગપાળા જતા પદયાત્રી પર કાર ચડાવી દેતા એક પદયાત્રીનુ મોત

બોલેરો ગાડી એ સતાધાર પગપાળા જતા યાત્રીઓને અડફેટે લીધા:ચાર યુવકોમાંથી એક યુવક સુભાષ ડાંગરનું મૃત્યુ :ડ્રાઈવર રાહુલ પાતર સામે સાઅપરાધ માનવ વધનો ગુનો દાખલ

વંથલીના લુશાળા ગામે કેફી પીણું પીને સતાધાર પગપાળા જતા પદયાત્રી પર કાર ચડાવી દેતા એક પદયાત્રીનુ મોત થયું છે. બોલેરો ગાડી એ સતાધાર પગપાળા જતા યાત્રીઓને અડફેટે લીધા. ચાર યુવકોમાંથી એક યુવક સુભાષ ડાંગરનું મૃત્યુ થયું છે. ડ્રાઈવર રાહુલ પાતર સામે સાઅપરાધ માનવ વધનો ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.

  પાણી પુરવઠા અધિકારી ગાડીમાથી બિયરના ટીન મળી આવ્યા. મેંદરડાથી કુતિયાણા જતા હતા ત્યારે બની ઘટના. બોલેરો ગાડીમાં સાથે રહેલા પાણી પુરવઠા અધિકારી ગોવિંદ પાતરને પણ કેફી પીણા ના નશામાં હોય ગુનો નોંધવામાં આવેલ છે.

 


 

(11:49 PM IST)