હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખનું દુઃખદ અવસાન
૧૯૯૧માં પોરબંદર નજીકના ગોસાબારા આરડીએકસ લેન્ડિંગ પ્રકરણ પારેખભાઇએ ‘અકિલા' માં ‘બ્રેક' કરીને ખળભળાટ મચાવી દીધેલ... : ‘અકિલા' સાથે ૪પ વર્ષનો અતૂટ નાતોઃ જીવનના અંતિમ શ્વાસ સુધી ‘સમાચારના જીવ' તરીકે સક્રિય રહી સમાચારોનો ધોધ વરસાવતા રહ્યા : સાંજે ૪ વાગ્યે અંતિમયાત્રા

રાજકોટ, તા. ૧૬: સૌરાષ્ટ્રના પોરબંદરના ‘અકિલા'ના વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખનું ૮૮ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતા ઘેરો શોક છવાઈ ગયો છે. તેઓ ૪૫ વર્ષથી અકિલા સાથે જોડાયેલા હતા.
૧૯૯૧માં પોરબંદર નજીકના ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ પ્રકરણની માહિતી હેમેન્દ્રકુમાર પારેખે સૌપ્રથમ અકિલામાં પ્રસિદ્ધ કરીને ખળભળાટ મચાવી દીધો હતો.
તેમની અંતિમ યાત્રા આજે સાંજે ચાર વાગ્યે તેમના નિવાસસ્થાન જૈન દેરાસર, પારેખ ચકલા, પોરબંદરથી નીકળશે. હેમેન્દ્રકુમાર પારેખ ‘અકિલા'ના પોરબંદરના પત્રકાર પરેશભાઈ પારેખના મોટા બાપુજી થતા હતા. પરેશભાઈ પારેખ (મો.૯૮૭૯૨ ૨૩૯૮૯)
અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના ચીફ એડિટર શ્રી અજીતભાઈ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડિટર અને વેબ એડીશન એડિટર શ્રી નિમિષભાઈ ગણાત્રા અને અકિલા પરિવારે ૨ મિનિટ મૌન પાળીને હેમેન્દ્રભાઈની સાડા ચાર દાયકાની પત્રકાર જગતની યાત્રા, અકિલા સાથેનો નાતો યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
પોરબંદરના ‘અકિલા' ના પીઢ પત્રકાર અને ‘અકિલા' સાથે પાંચ દાયકાથી જોડાયેલા હેમેન્દ્રકુમાર પારેખનું કાલે મોડી રાત્રીના હદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતા ઘેરો શોક છવાયો છે. ‘અકિલા' ના માધ્યમથી હેમેન્દ્રકુમાર પારેખે અનેક લોક પ્રશ્નોને વાચા આપી છે અને લોકોને ન્યાય અપાવ્યો છે.
હેમેન્દ્રકુમાર પારખે ૮૮ વર્ષની ઉંમરે પણ અદભૂત સ્ફુર્તિ ધરાવતા હતા. અને ‘અકિલા' માટે સતત સક્રિય હતા. દરરોજ સવારે ટેલીફોન ઉપર ‘અકિલા' માટે સમાચારો લખાવતા હતા.
હેમેન્દ્રકુમાર પારેખ વર્ષોથી ‘અકિલા' સાથે સંકળાયેલા હોવાથી ‘અકિલા'માં તેઓએ અનેક ‘બ્રેકીંગ ન્યુઝ' પણ આપ્યા છે. પોરબંદર અને જીલ્લામાં તેમની વરિષ્ઠ પત્રકાર તરીકે ગણના થતી હતી. તેઓ આજના પત્રકારત્વક્ષેત્રે પા... પા... પગલી કરતા યુવક-યુવતિઓ માટે માર્ગદર્શકની ભુમિકા પણ નીભાવતા હતા.
‘ગોસા બારા આરડીએકસ' પ્રકરણની સૌ પ્રથમ માહિતી ‘અકિલા' માં હેમેન્દ્રકુમાર પારેખે આપી હતી. જે વિશેષ નોંધનીય છે.
હેમેન્દ્રકુમાર પારેખે સેસન્સ કોર્ટમાં થોડો સમય પીટીશન રાઇટર તરીકે સેવા આપી હતી. તેમજ ઇલેકટ્રીકની દુકાન પણ તેઓ ધરાવતા હતા.
હેમેન્દ્રકુમાર પારેખ પોરબંદર અને જીલ્લાના ભુગોળના જાણકાર હતા તેમજ રાજાશાહી અને જુની પેઢીની માહિતી તેઓ પાસે સચોટ હતી.
સ્વ. હેમેન્દ્રકુમાર પારેખ કોંગ્રેસના જુના કાર્યકર હતા.
પત્રકારત્વક્ષેત્રે તેઓ ‘સૌરાષ્ટ્ર ભુમિ' સાથે જોડાઇને પત્રકારત્વમાં પર્દાપણ કર્યુ હતુ અને ૧૯૮૦ થી હેમેન્દ્રકુમાર પારખે ‘અકિલા' સાથે જોડાયા હતા. આ ઉપરાંત તેઓ ગુજરાતી ટાઇમ્સ, સંદેશ, લોકસતા, જનસતા, ઇન્ડિયા ટુડે સાથે પણ જોડાયા હતા.
આ ઉપરાંત પાયોનીયર, ઇન્ડિયન એકસપ્રેસ, ટાઇમ્સ ઓફ ઇન્ડીયા, અભિયાન સહિતના માધ્યમોથી અનેક વખત પોરબંદરની અનેક માહિતી હેમેન્દ્રકુમાર પારેખે પુરી પાડી હતી.
‘અભિયાન' ના શીલા ભટ્ટ પોરબંદર ખાતે હેમેન્દ્રકુમાર પારેખને મળવા આવ્યા હતા અને માહિતી પણ લીધી હતી.(૬.૬)
પોરબંદરના ‘અકિલા'ના પત્રકાર પરેશભાઇ પારેખના મોટાબાપુજી હેમેન્દ્રકુમાર પારેખનાં ચક્ષુદાન
પોરબંદર :. દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક પોરબંદર નિવાસી સ્વ. મંગલદાસ જાદવજી પારેખના પુત્ર સાંધ્ય દૈનિક અકિલાના પીઢ પત્રકાર, તેમજ સ્વ. ધનસુખલાલ મંગલદાસ પારેખના મોટાભાઇ સ્વ. હેમેન્દ્રકુમાર મંગલદાસ પારેખ (ભીખુભાઇ) (ઉ.વ.૮૮) તે રાજેન્દ્રભાઇ (રાજુભાઇ), મહેશભાઇ, ચંદ્રેશભાઇ, રાજેશ્રીબેન દિલીપભાઇ શેઠ (અમદાવાદ), માલતીબેન હેમંતકુમાર દેસાઇ (મુંબઇ)ના પિતાશ્રી તેમજ પરેશ પારેખ (અકિલાના પત્રકાર) ના મોટા બાપુજી, સ્મીત પારેખ ન્યુઝ રીપોર્ટર (અમદાવાદ) તેમજ આદિત્યના દાદા, તા. ૧૬-૯-ર૦રપ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ચક્ષુદાન કરેલ છે.
તેમની સ્મશાન યાત્રા તા. ૧૬-૯-ર૦રપ ને મંગળવારના રોજ બપોરે ૪ કલાકે તેમના નિવાસ સ્થાન જૈન દેરાસર, પારેખ ચકલાથી નીકળશે. (પ-૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
