<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

કાલે નરેન્‍દ્રભાઇનો જન્‍મદિનઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અનેકવિધ સેવાકાર્યો

૬૦૦ જગ્‍યાએ મહા રકતદાન કેમ્‍પ, ૧.૪૧ લાખ આરોગ્‍ય કેમ્‍પનું આયોજનઃ નરેન્‍દ્રભાઇના યોગદાનને બિરદાવાશે

 

 

રાજકોટ તા. ૧૬ :.. કાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનો જન્‍મદિન છે. કાલે મહા રકતદાન કેમ્‍પ, આરોગ્‍ય કેમ્‍પ, સહિત અનેક સેવાકાર્યો કરાશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના યોગદાનને બિરદાવાશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની ૭પમી  વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ‘સ્‍વસ્‍થ નારી, સશક્‍ત પરિવારઙ્ખ ની અભિયાનનો પ્રારંભ થશે. ગુજરાતમાં પેટા આરોગ્‍ય કેન્‍દ્ર-આયુષ્‍માન આરોગ્‍ય મંદિર માં દ્વારા ૧,૦૦,૮૫૪, પ્રાથામિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા ૨૦,૦૦૭, શહેરી પ્રાથામિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા ૫,૫૯૦, શહેરી આયુષ્‍માન આરોગ્‍ય મંદિર દ્વારા ૯,૯૭૧ અને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા ૪,૬૧૫ જેટલા કેમ્‍પનો સમાવેશ થાય છે.

મેડિકલ કેમ્‍પમાં આરોગ્‍ય વિષયક મિ સેવાઓ જેવી કે મેડિકલ ચેક-અપ, સ્‍ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્‍ટ, ડાયગ્નોસ્‍ટિક ટેસ્‍ટ, રેડિયોલોજીકલ ટેસ્‍ટ નિઃ:શુલ્‍ક કરવામાં આવશે. વધુમાં ૧૫ દિવસના સમયગાળા દરમિયાન તબીબો દ્વારા કેમ્‍પમાં પ્રિસ્‍ક્રાઇબ કરેલા ટેસ્‍ટને પછીથી પણ  નિયત સમય મર્યાદામાં વિનામૂલ્‍યે કરી અપાશે. આ ઉપરાંત ભારતીય તેરાપંથ યુવક પરિષદ સહિતની ૫૦ સંસ્‍થાઓ દ્વારા તરન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડિયમમાં યોજાનારા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં પાંચ લાખ યુનિટ બ્‍લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :  તા. ૧૭ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ ના રોજ  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીનો જન્‍મ દિવસ હોય ભાવનગર શહેર ભાજપ પ્રમુખ  કુમારભાઈ શાહની અધ્‍યક્ષતામાં શહેર અને મંડલ સંગઠન દ્વારા તા. ૧૭ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓકટોબર ૨૦૨૫ ગાંધી જયંતિ સુધી વિવિધ સેવાકીય પ્રવળતિ દ્વારા ‘સેવા પખવાડિયું' ઉજવવામાં આવનાર છે.

જે અંતર્ગત રક્‍તદાન શિબિર, આરોગ્‍ય શિબિર, પ્રદર્શની, મોદી વિકાસ મેરેથોન, પં. દીનદયાળજી જયંતિ અંતર્ગત સંગોષ્ઠી તેમજ વોર્ડ વાઇઝ પુષ્‍પાંજલી અને વળક્ષારોપણ, દિવ્‍યાંગો અને પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓનું સન્‍માન, વોકલ ફોર લોકલનો પ્રચાર- પ્રસાર, સ્‍વચ્‍છતા અભિયાન, મહાત્‍મા ગાંધીજી અને લાલબહાદુર શાષાીજીની જન્‍મ જયંતિ તેમજ ખાદી ખરીદી જેવા સેવાકાર્યો આગામી પખવાડિયામાં કરવામાં આવનાર છે. ઉક્‍ત સેવાકાર્યોના આયોજન માટે શહેર અને મંડલ સ્‍તરે અધ્‍યક્ષ  કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. (પ-૧ર)

(10:50 AM IST)