<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

કચ્‍છના ભીમાસર ગામે ક્રૂરતા સાથે ગળું વેંતરી યુવાનની ઘાતકી હત્‍યા

ભુજ   તા. ૧૬ :.. કચ્‍છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ સાથે કાયદો અને વ્‍યવસ્‍થાને પડકાર ફેંકતી વધેલી વ્‍યસનની બદીઓ તેમ જ અન્‍ય ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો છે. હત્‍યાઓના વધતા બનાવોમાં વધુ એક ક્રૂર હત્‍યાનો બનાવ સામે આવ્‍યો છે.

 અંજારના ભીમાસર ગામે હોટલમાં કામ કરી ત્‍યાં જ સહ પરિવાર પત્‍ની સાથે રહેતા યુવાન અરૂણ દેવકુમાર સાવનો ગળામાં તીક્ષ્ણ ઘા સાથેનો મળતદેહ મળી આવ્‍યો છે. હોટેલથી રેલવે સ્‍ટેશન તરફ જતા રસ્‍તે ક્રૂરતા પૂર્વક ગળામાં ઘા સાથેની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી.

પોલીસે મળતકની પત્‍ની રેખા સાવની ફરિયાદના આધારે અજાણ્‍યા ઇસમો વિરદ્ધ ગુનો નોધી સીસી ટીવી ફૂટેજ સહિત મોબાઇલ લોકેશનની વિગતો સાથે સઘન તપાસ હાથ ધરી છે. (પ-૭)

(10:58 AM IST)