News of Tuesday, 16th September 2025
બંગાળની ખાડીની સીસ્ટમ ગુજરાતમાંથી મોન્સૂનને વીડ્રોલ થવામાં કરશે વિલંબ
રાજસ્થાનના અમૂક હિસ્સામાં તો ૧૪ મીથી જ ચોમાસાની વિદાય થઇ ચુકી છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૬: ઓણસાલનું ચોમાસુ હવે વિદાય થવાને આરે છે. વિતેલા રવિવારે જ હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન ના પヘમિના અમુક હિસ્સામાં મોન્સૂન વીડ્રોલની જાહેરાત કરી દીધી હતી. આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસાની વિદાયની આ પ્રક્રિયાનો દાયરો વધી ને રાજસ્થાનના થોડા વધુ વિસ્તાર, પંજાબ તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારને કદાચ આંવરી લેશે.
ગુજરાતમાં ચોમાસાની વિદાયમાં વિલંબ થવાનું કારણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ હાલ ગુજરાત તરફ આવી રહી હોઇ, સ્કાયમેટના વી.પી. મહેશ પલાવત, મોન્સૂન વીડ્રોલની સમજ આપતા જણાવે છે કે જેમ ચોમાસાના આગમન વેળા ચોમાસુ જયાં જયાં બેસી ગયાની જાહેરાત, ‘મોન્સૂન લાઇન' જેમ હવામાન વિભાગ સ્પષ્ટરૂપે દર્શાવે છે તેમાં તેનો નિર્ધારિત માપદંડોની પરીપૂર્તિ થયે જ ‘ચોમાસુ રેખા' આગળ વધી તેનું સ્થાન બદલતી હોય છે તેવી જ રીતે ચોમાસાની વિદાયમાં પણ સતત પાંચ દિવસ વરસાદ ન હોવો, ભેજનો અભાવ અને ઉત્તર પヘમિના શુષ્ક પવનોનું પ્રમાણ હોય તે મુજબના માપદંડો ની પરીપૂર્તિ થયા બાદ તે સ્થાન માટે આઇએમડી મોન્સૂન વિડ્રોલની જાહેરાત કરતું હોય છે.
હાલની બંગાળની ખાડીવાળી સીસ્ટમ ગુજરાતમાં કચ્છ સુધી પ્રવેશે તેવી સંભાવના હોઇ, ચોમાસાની ગુજરાતમાં વિદાય થવામાં વિલંબની સ્થિતિ થવી સ્વાભાવિક છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
