News of Tuesday, 16th September 2025
કાલથી ૩૧ ઓકટોબર સુધી સ્વચ્છોત્સવઃ ઘેલા સોમનાથ- ઓસમડુંગર સહિતના પ્રવાસના સ્થળો આવરી લેવાશે
૨ ઓકટોબરે ગાંધી જયંતિ સંદર્ભે આયોજનઃ એક પેડ માં કે નામ અભિયાન

રાજકોટ તા. ૧૬: આગામી તા. ૦૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના રોજ ‘‘સ્વચ્છ ભારત અભિયાન''ના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ‘‘સ્વચ્છોત્સવ'' ઉજવાશે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે જનભાગીદારીથી સ્વચ્છોત્સવ સફળ બનાવવા પર ભાર મૂકયો હતો.
આ બેઠકમાં કલેક્ટરે સ્વચ્છતા રેલી, ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર સહિત પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક કચરાનો નિકાલ, આરોગ્ય શિબિર, ‘‘એક પેડ મા કે નામ'' અભિયાન અંતર્ગત વળક્ષારોપણ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ સાફસફાઈ સહિત વિવિધ વિભાગોની સ્વચ્છતાલક્ષી પ્રવળત્તિઓ અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સ્વચ્છતા કામગીરીનો અહેવાલ નિયમિત અને સમયસર મોકલવા પર સૂચના આપી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
