તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
મોરબી પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ
ઉલ્ટી થતા મોરબીના કૌશીકભાઇ બારૈયા, અણીયારી ગામે ડૂબી જતા અલ્કેશભાઇ ડઢાણીયા અને શ્વાસ ચડતા પડી ગયેલા મોરબીના દિલીપભાઇ પરમારનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૬: મોરબી પંથકમાં આપમળત્યના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રથમ બનાવમાં મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ સરદારનગર-૩માં રહેતા કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયા ગઈકાલે પોતાના ઘેર હત્યા ત્યારે અચાનક ઉલટી થયા બાદ બેભાન બની જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મળત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા અલ્કેશભાઈ ભુદરભાઈ ડઢાણીયા ઉ.૪૦ નામનો યુવાન ગત તા.૧૪ના રોજ ગામના તળાવમાં ડૂબી જતા ગઈકાલે બપોરના સમયે યુવકનો મળતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
ત્રીજા બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિર પાસે રહેતા દિલીપભાઈ નાથાલાલ પરમાર ઉ.૬૩ નામના વળદ્ધને ગઈકાલે શ્વાસની તકલીફ થયા બાદ જમીન ઉપર પડી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મળત્યુ નિપજતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.(૯.૧ર)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
