<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

ધોરાજી ડીવીઝનમાં પકડાયેલ ૩૨૯૯ વિદેશી દારૂની બોટલો, ૨૫ લાખના મુદામાલનો નાશ કરાયો

ધોરાજી :..  ડીવીઝન એએસપી સિમરન ભારદ્વાજ તેમજ એસડીએમ  નાગાજણ તરખલા તેમજ ડીવીઝનના પીઆઇની હાજરીમા દારૂનો નાશ કરાયો હતો. ધોરાજી ડીવીજન માંથી પોલીસ દ્વારા પકડાયેલ ૩૨૯૯ વિદેશી બોટલો જેમની કિંમત ૨૫ લાખ ના મુદામાલનો નાશ કરાયો હતો જેમાં ધોરાજી સબ ડિવિઝન નીચે  ઉપલેટા પોલીસ સ્‍ટેશનની ૬૬૩ બોટલ, ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશનની ૩૧૩ બોટલ, ભાયાવદર પોલીસ સ્‍ટેશનની ૧૮૨૨ બોટલ, ધોરાજી શહેર પોલીસ સ્‍ટેશનની ૪૫૫ બોટલ અને  પાટણવાવ પોલીસ સ્‍ટેશનની ૪૬ બોટલ મળી કુલ ૩૨૯૯ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્‍યો હતો. (તસવીર - કિશોર રાઠોડ)

(12:11 PM IST)