તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
જેતપુર તાલુકા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધીઃ ચાલાક છનન
૧.૮૬ લાખનો દારૂ અને કાર સહિત ૭.૮૬ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ કાર અને દારૂનો જથ્થો નજરે પડે છે (તસ્વીરઃ કેતન ઓઝા જેતુપર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૬: તાલુકા પોલીસે ચોકીધાર ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. ચાલક પોલીસને જોઇ નાસી છુટયો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ જુગારની પ્રવળત્તિઓ શોધી કાઢી આવી ગેરકાયદેસર પ્રવળત્તિઓ સદંતર નાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.હેરમાં સર્વેલન્સ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ જુગારની કામગીરીમા હતા જે દરમ્યાન મળેલ હકિકત આધારે જેતપરુ તાલુકાના ચોકીધાર ચેક પો.સ્ટે. ખાતેથી સ્વીટ ફોરવ્હીલ ગાડી રજી.નં.GJ-11-CQ-6993 માથી (૧) ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ ૧૩૬ કિંમત રૂપીયા ૧.૮૬,૨૦૦/-તથા કાર મળી કુલ રૂપીયા ૭,૮૬,૨૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. કાર ચાલક પોલીસને જોઇ નાસી છુટતા તેના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહી તાલુકા પો.સ્ટેના એએસઆઇ ભુરાભાઇ માલીવાડ, અજીતભાઈ ગંભીર, મનેશભાઇ જોગરાદીયા તથા પ્રદ્યુમનસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ જોડાયો હતો
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
