તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
સાવરકુંડલાના મોટા જીંજુડામાં કૂતૂહલઃ ૮૦ ફૂટ ઉંડો કુવો દરરોજ ઓવરફલો થઇને વહે છે
આ કુવામાં સતત પાણીનો પ્રવાહ હોવાથી આજુબાજુના ખેડૂતોને પણ ફાયદો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૬: અમરેલી જિલ્લાના નાનકડા એવા ગામ મોટા ઝીંઝુડા ના ખેડૂત દેવશીભાઈ રબારીની વાડીમાં ૮૦ ફૂટ ઊંડો કૂવો આવેલો છે આ કૂવામાં એટલું બધું પાણી છે કે આ કૂવો બારેમાસ છલકાયેલો જ રહે છે અને આ કૂવામાંથી ઝરણા માફક ખળ ખળ કરતું પાણી સતત વહ્યા કરે છે જેથી આ ખેડૂતને ત્રણ સિઝનનો ફાયદો વર્ષોથી થઈ રહ્યો છે કુવાના કારણે આ ખેડૂતનું જીવન ધોરણ સુધર્યું છે બારેમાસ આ કુંવા નુ પાણી વહ્યા કરે છે ઓવર થતુ પાણી ઝરણા માફક વહે છે ગમે તેટલું પાણી ખેતરમાં વાડી વિસ્તારમાં વાપરે છતાં કયારે પણ આ કૂવામાંથી પાણી ખૂટતું નથી નબળા વર્ષમાં કે દુષ્કાળમાં પણ આ કૂવામાંથી પાણી કયારેય ખૂટયું નથી સામાન્ય રીતે ૧૦ બાય ૧૦ નો કૂવો હોય છે ત્યારે આ ૨૫ બાય ૨૫ નો ૮૦ ફૂટ જેટલો ઊંડો છે સતત આ કૂવામાંથી પાણી બહાર આવી રહ્યું છે જેથી કુવો ખૂબ ઓવર થઈ રહ્યો છે આસપાસના ખેડૂતો પણ આપવાનો લાભ રહ્યો લાભ લઈ રહ્યા છે અને પોતાના વાડી ખેતરોમાં પાક લઈ રહ્યાસાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ માં દેવશીભાઈ રબારીની ૨૨ વીઘા જમીન આવેલી છે આ જમીનમાં ખૂણામાં એક કૂવો છે જે કૂવામાંથી કયારેય પણ પાણી ખાલી જ નથી થતું અને પાણી ઓવર થઈ સતત બહાર નીકળી અને ઝરણા માફક રહી રહ્યું છે ૨૪ કલાક મોટર દેવશીભાઈ વાપરે છે અને આસપાસના ખેડૂતો પણ આ પાણી લઈ જઈ રહ્યા છે છતાં પણ આ કૂવામાંથી કયારેય પાણી ખૂટતું નથી જેથી દેવશીભાઈ નો આ કુવો આસપાસના લોકોને પણ બારેમાસ સિંચાઈ માટે ફાયદો કરાવી રહ્યો છે સામાન્ય રીતે ચોમાસામાં જ ખેડૂતોની સીઝન હોય છે પરંતુ દેવશીભાઈ નો આ કુવાના કારણે ત્રણ સીઝન ખેતી ની દેવશીભાઈ લઈ રહ્યા છે અને લોકોને પણ મદદ કરી રહ્યા છે ત્યારે હાલ આ ૮૦ ફૂટ ઊંડા કૂવામાંથી સતત પાણી વહી રહ્યો છે અને તે પણ ઝરણા માફક જેનો નજારો આહલાદક છે પહેલી નજરે જોતા કોઈ ટાંકો લાગે પરંતુ પાસે જઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ ૨૫ બાય ૨૫ નો ૮૦ ફૂટ ઊંડો કૂવો છે અને આજે પાણી ઓવર થઈ રહ્યું છે એ ઝરણામાં કુવામાંથી બહાર આવી રહ્યું છે દેવશીભાઈ ના આ કુવામાં કયારે પણ પાણી ખૂટયું નથી જેથી દેવશીભાઈ કુદરતનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
