તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
જામનગરના એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગણપતિ પંડાલોના આયોજકોનો ૧૫ મો સન્માન સમારોહ યોજાયો

જામનગર, તા.,૧૬ : જામનગરની હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે જામનગરમાં ગણેશ મહોત્સવ પંડાલના આયોજકોને સન્માનવાનો સમારોહ સતત ૧૫ માં વર્ષે યોજાયો હતો.
આ સમારોહમાં જામનગર આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજ, ૫ૂ.નવતનપુરી ધામ (ખીજડા મંદિર)ના આચાર્ય પૂ.કળષ્ણમણીજી મહારાજ તથા સ્વામીનારાયણ મંદિરના કોઠારી રવામી પળ.ચર્તુભુજદાસજી સ્વામી આર્શિવચન પાઠવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જામનગર શહેરના વિવિધ મહિલા સંસ્થાઓના પ્રમુખો અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતાં. સમારોહનો પ્રારંભ પૂજય મહંતો તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આરતી સાથે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સૌને આદર પૂર્વક આવકારતા જણાવ્યું હતું કે લાલ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવના આયોજકોને ઈકોફ્રેન્ડલી માટીના ગણેશ મૂર્તિની સ્થાપના કરવા અપીલ કરી હતી. જે અપીલના કારણે આજે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ૯૦ ટકા જેટલા મહોત્સવમાં માટીની મૂર્તિનું સ્થાપન કરી ઉત્સવ ઉજવવામાં આવી રહયો છે. આ આયોજકોના સહકારના કારણે આ અભિયાન સફળ થયું છે.
વધુમાં જીતુભાઈ લાલે અગાઉના વરસોમાં દરિયામાં મૂર્તિના વિર્સજન માટે લાલ પરિવાર દ્વારા ક્રેઈન સહિતની સુવિધા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું જયારે હવે મહાનગરપાલીકા તંત્ર દ્વારા કુત્રિમ કુંડ બનાવાય છે ત્યારે સૌ આયોજકોને કોઈપણ જાતનું જોખમ લીધા વગર મૂર્તિઓ કુંડમાં જ પધરાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના સૌજન્યથી પ્રકાશિત સાયબર ફ્રોડ અંગે જાણકારી આપતી સાયબર સાથી પુસ્તિકાનું વિમોચન ઉપસ્થિત મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. જામનગર જીલ્લા સહકારી બેંક દ્વારા ચેરમેન જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ આ પુસ્તિકાનું વિતરણ કેદાર (હરિ) લાલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે શિવ પરિવાર એક જ અવો પરિવાર છે જયાં ભગવાન શંકર, તેમના પત્નિ પાર્વતીમાતાજી, તેમના પુત્ર ગણેશજી, કાર્તિકિય એ તમામના મંદિરો છે અને પૂજાય છે. રામના મંદિર છે, દશરથના નથી, કળષ્ણના મંદિર છે, વાસુદેવના નથી.
૫ નવતનપુરી ધામ (ખીજડા મંદિર) ના આચાર્ય પૂ.કળષ્ણમણીજી મહારાજે જણાવ્યું કે દરેક ક્ષણને ઉત્સવ બનાવો, જીવન ધન્ય થઈ જશે. ઉત્સવ ઉજવવાથી વ્યકિત પ્રસન્ન રહે છે. તેમણે સાયબર સાથી પુસ્તિકા અંગે જણાવ્યું હતું કે અત્યારે જે રીતે સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે આ પુસ્તિકા ખુબ જ ઉપયોગી પુરવાર થશે. તેમણે જીતુભાઈ લાલને આ પુસ્તિકાની પી.ડી.એફ. ફાઈલ બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરવા અનુરોધ કર્યો હતો. ગણેશોત્સવના આયોજકોને અનુરોધ કરતા જણાવ્યું કે ધાર્મિકોત્સવની ઉજવણી મર્યાદા જાળવીને કરો. ઉત્સવ દરમ્યાન વ્યસનથી દૂર રહો. આ ઉત્સવ તમારા માટે વ્યસનમૂકિતના આર્શિવાદરૂપ બની રહે તેવી રીતે ચુસ્તપણે પાલન કરો.
આ સમારોહમાં મહિલા સંસ્થાના પ્રમુખો જયોતિબેન માધવાણી, મિતાબેન દોશી, હેમાબેન લીયા, ચેતનાબેન માણેક, ડો.રક્ષાબેન દાવડા, શિલ્પાબેન માધવાણી, રિટાબેન જાની, હિનાબેન પાટલીયા, જસ્મિતાબેન વિંછી તેમજ વિવિધ ગણેશ મહોત્સવ પંડાલના આયોજકો, કાર્યકર ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
સમગ્ર સમારોહનું સંચાલન બિમલભાઈ ઓઝા તથા અલ્કાબેન નથવાણીએ કર્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અજય કોટેચા, વિરાજ કાનાબાર, જીતુભાઈ નથવાણી, અકરમ સુમરા, આર.કે.પરમાર, રાજેશ વ્યાસ, રાજેશ ચંદારાણા વિગેરેએ જહેમત ઉઠાવી હતી
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
