તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
લાઠીના હજીરાધાર પાસે પ્રેમલગ્નના ડખ્ખામાં યુવતિને પરિવારજનો લઇ ગયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૬: લાઠી તાલુકાના હજીરાધારથી દામનગર રોડ ઉપર આવેલ સાગર ટ્રેડીંગ મીલ પાસે તા. ૧૪-૯ના બપોરના હજીરાધાર ગામના મનહરભાઈ પ્રવિણભાઈ મકવાણા ઉ.વ.૨૯ એ તા. ૧૮-૮-૨૫ ના પલકબેન સાથે ગોંડલ પંચનાથ મહાદેવ મંદિર ખાતે પ્રેમલગ્ન કરેલ.જે પ્રેમલગ્નની નોંધણી તા. ૧૯-૮-૨૫ના રજીસ્ટ્રેશન નં.૧૩ ઓ. એમ. આર. ૨૦૨૫૦૦૦૧૩૮૩થી ગોંડલ નગર સેવા સદનમાં લગ્ન નોંધણી કરાવેલ.અને આ પ્રેમલગ્ન પલકબેનના પરીવારની મરજી વિરુધ્ધ કરેલ હોય.જેથી આ પ્રેમલગ્ન બાબતે પલકબેનના પરીવારનો વિરોધ હોય. જેથી તા. ૧૪-૯-૨૫ ના બપોરના હજીરાધારથી દામનગર રોડ ઉપર આવેલ સાગર ટ્રેડીંગ મીલ પાસે રોડ ઉપર બ્લ્યુ કલરની સુરત પાસીંગની ફોરવ્હીલ ગાડીમાં મનહરભાઈના પત્નિ પલકબેનને સુરતના તેના પિતા વિપુલભાઈ લવજીભાઈ કાકડીયાએ ધકકો મારી તેની સાથે ગાડીમાં આવેલ ચાર અજાણ્યા શખ્સોએ પુર્વઆયોજીત કાવતરું રચી અપહરણ કરી ગુનો કર્યાની દામનગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોત
ખાંભા તાલુકાના નાનાવિસાવદર ગામના પાટીયાથી આશરે ૨ કિમી.દુર નાનુડી ગામ તરફ જતા રાજુલાના કથીવદરપરા ગામના મયંકભાઈ દડુભાઈ બાંભણીયા ઉ.વ.૩૦તેમના મિત્રો સાથે સાઈનબાઈક જી.જે.૧૪બી.બી. ૫૫૩૧ લઈને દ્વારકા,જુનાગઢ, પરબધામ સહિતફરવા ગયેલહોય.અનેફરીને પરત ઘરે આવતાહોય.તે વખતેનાનાવિસાવદર ગામના પાટીયાથી આશરે ૨ કીમી.દુર નાનુડી ગામ તરફ આવતા ખાંભા તરફથી એક મોટું આઈસર જી.જે.૦૩બી.વાય. ૮૪૭૩ ના ચાલકે પુરઝડપેઅનેબેફીકરાઈથી માનવજીંદગી જોખમાઈ તેરીતે ચલાવી મયંકભાઈના બાઈક સાથે ભટકાવી અકસ્માત કરી મયંકભાઈ તથા તેની સાથે બેઠેલાનેશરીરે નાની મોટી ઈજાઓ કરી મયંકભાઈનું ઘટના સ્થળે મોત નિપજાવી નાસી ગયાની રાજુભાઈ દડુભાઈ બાંભણીયાએ ખાંભા પોલિસ મથકમાંફરિયાદ નોંધાવી છે.
ધમકી
બગસરા તાલુકાના શીલાણા ગામે રહેતી યુવતિને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્રિષ્નાની દિવાની ૧૬૧૬ પર ગામના મયુર ઉર્ફે લાલો ખીમજીભાઈ સોલંકીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આઈડી મયુર સોલંકી ૩૦૯૬ ઉપરથી યુવતિના ખુલ્લા ફોટા વાયરલ કરવાના ટેકસ મેસેજ કરી યુવતિએ મયુરને ઈન્સ્ટાગ્રામમાં બ્લોક કરતા સારૂ નહી લાગતા યુવતિને કહેલ કે તે શું કામ મને ઈન્સ્ટાગ્રામમાં બ્લોક કરેલ છે. મને અનબ્લોક કરી દેજે.તેમ કહી જેમફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવવત પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગયેલ હતી. ત્યારે તે ન્હાતી હોય તેથી મયુર ચોરી છુપીથી અંગત ક્રિયા જોવા માટે ઘરના બાથરૂમ ઉપર આવતા યુવતિ જોઈ જતા મયુર જતો રહેલ. તેમજ આ બનાવ અંગે યુવતિએ નરેશભાઈ ચાવડા રહે.શીલાણાવાળાને જાણ કરતા તેમણે મયુરને મીઠો ઠપકો આપવા જતા મયુરે ગાળો બોલેલ.અને યુવિત જયારે પોતાના ઘરથી બહાર નીકળે ત્યારે મયુર તેનો પીછો કરી ગુનો કર્યાની બગસરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચોરી
જાફરાબાદ ભુતડાદાદાના મંદિર પાસે બાલકળષ્ણ સોસાયટી પીપળીકાંઠા વિસ્તારમાં રહેતી રમીલાબેન રાજેશભાઈ સોલંકીના ખુલ્લા ઘરમાંથી તા.૧૭-૮-૨૫ના સવારથી તા.૧૯-૮-૨૫ના બપોર સુધીમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી પતરાની પેટીમાં રાખેલ એક સોનાનો ચેઈન ગણપતિના પેન્ડલ વાળો,સોનાનું મંગળસુત્ર,સોનાના કાનની સર મળી રૂા. ૧, ૩૦, ૦૦૦ તથા રોકડ રૂા. ૨૦,૦૦૦ મળી કુલ રૂા. ૧,૫૦,૦૦૦ ની માલમતા ચોરી ગયાની જાફરાબાદ મરીન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાને ત્રાસ
અમરેલી તાલુકાના શેડુભાર ગામે અસ્મીતાબેન વિપુલભાઈ ગજેરાના લગ્ન આશરે પાંચેક વર્ષ પહેલા વિપુલ મુળજીભાઈ ગજેરા સાથે થયેલ હતા. તેઓ મુળજી રામજીભાઈ, શાંતાબેન મુળજીભાઈ, ભદ્રેશ મુળજીભાઈ, કાજલબેન ભદ્રેશભાઈ ગજેરા સાથે સંયુકત કુટુંબમાં રહેતા હોય.અને આરોપીઓએ પરીણીતાને થોડો સમય સારી રીતે રાખેલ.બાદ ઘરકામ તથા કરીયાવર પ્રશ્ને મેણાટોણા મારી શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપી એકબીજાએ ચડામણી કરી પરીણીતાને અવાર નવાર ગાળો બોલી પરુતું જમવાનું ન આપી નોકરાણીની જેમ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેથી કાઢી મુકી આજદિન સુધી તેડવા ન આવી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની બાબરા પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.
હુમલો
સાવરકુંરુંલાતાલુકાનાજેજાદ ગામનારેવન્યુવિસ્તારમાંમાલઢોર ચરાવતાજેજાદ ગામેશિવ મંદિર પાસે રહેતાઓમગીરીઈશ્વરગીરી ગોરસ્વામીઉ.વ.૨૦માલઢોર ચરાવી રહયા હતા. ત્યારેસિંહણેપાછળથીહુમલો કર્યોહતો.જેથીઓમગીરી રાડારાડ કરતા સાથેરહેલ તેમનોમિત્ર સાગર દેગડા તેમની મદદે દોડી આવેલ.જેથી સાગર દેગડાને પણસિંહણેબચકુંભર્યુહતુંબંને યુવકોએ હાંકલા પકડારા કરતાસિંહણ ત્યાંથી ભાગી ગઈ હતી.જેજાદ ગામના બંનેઘાયલ યુવકોને પ્રથમ૧૦૮ મારફતેવંડા અને બાદમાં સાવરકુંડલા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા સાવરૐલાજ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
