<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

સાવરકુંડલાઃ ચલાલા ભાજપ દ્વારા નરેન્‍દ્રભાઈનો જન્‍મદિન ઉજવવા મિટીંગ મળી

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૬: અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ ચલાલા શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા' કાર્યક્રમ અંતર્ગત ધારાસ્‍ભ્‍ય જે.વી. કાકડિયાના કાર્યાલય ખાતે એક અગત્‍યની બેઠક યોજાઈ હતી. જેમા ધારી-બગસરા- ખાંભા વિસ્‍તારના ધારાસભ્‍ય જે.વી. કાકડિયા  સુરેશભાઇ ગમારા તેમજઅમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખશ્રી જેન્‍તીભાઇ પાનસુરીયા નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ ભયલુભાઈ વાળા ઉપપ્રમુખ પ્રવિણભાઈ માળવીયા  ચલાલા શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા મહામંત્રી શ્રી ચિરાગભાઈ માલવયા તેમજ અશોકભાઈ ચૌહાણ ચલાલા શહેર અનુ.જાતી મોરચા ઉપપ્રમુખ વિજયભાઈ વાળા તથા બીછુભાઈ માલા અવિભાઈ માલા કાળુભાઈ લશ્‍કરી નીતિનભાઈ વાળા મિતેશ ભાઈ ભટ્ટ વિપુલભાઈ મનસુખભાઈ  કાથરોટીયા ચંપુભાઈ ધાધલ હિતેષભાઇ રામાણી  કમલેશભાઈ વિઠ્ઠલાણી  વનરાજભાઇ, કૌશિકભાઈ પરમાર પ્રદીપભાઈ પુરોહિત  તેજશભાઇ ગૌશાઇ ભદ્રેસભાઇ જયેશભાઇ મુગળા  ઉપસ્‍થિત રહ્યા હતા.

આ બેઠકમાં આગામી ૧૭ સપ્‍ટેમ્‍બર, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસે સેવા પરમો ધર્મના પવિત્ર સિદ્ધાંતને અનુસરીને વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી.

જેમાં રક્‍તદાન કેમ્‍પ,વળક્ષારોપણ અભિયાન, સ્‍વચ્‍છતા અભિયાન વિશે  વિશેષ મહત્‍વ આપવામાં આવે તે માટે આગવું આયોજન કરવામાં આવે.

આ બેઠકમાં જિલ્લાના આગેવાનો  મંડલના હોદ્દેદારો, નગર પાલિકાના સદસ્‍યો વિવિધ મોરચાના પદાધિકારીઓ, આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. સૌએ મળીને આગામી દિવસોમાં યોજાનારા આ સેવાકીય કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો. 

(1:26 PM IST)