<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

જામનગરમાં ઘરકામ કરતી મહિલા અને માલિક વચ્ચે બઘડાટી : તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

પોલીસે ઇજાગ્રસ્ત મહિલાના પતિની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

જામનગરમાં ઘરકામ કરતી મહિલા અને માલિક વચ્ચે બઘડાટી બોલી છે, મહિલા મકાનમાં કામે જતી હતી ત્યાજ માલિક સાથે અથડામણ થઇ હતી બન્નેએ એકબીજાને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા 

પોલીસે ઇજાગ્રસ્ત મહિલાના પતિની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ  છે હાલમાં ક્યાં કારણોસર બબાલ થઈ તે અકબંધ છે આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:35 PM IST)