હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
18 સપ્ટેમ્બરે આઈ.ટી.આઈ.- મહેન્દ્રનગર ખાતે મોરબી તાલુકા કક્ષાના ભરતીમેળાનું આયોજન
18 થી 35 વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 18-9-2025ના રોજ સવારે 11 કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /એચએસસી / આઇટીઆઈ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.
આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
