<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

જૂનાગઢના મેંદરડાનાં જાંબુથાળા સેટલમેન્ટ ગામમાં વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને આધેડનો આપઘાત

સલીમભાઈ બ્લોચ નામના એક આધેડે વન વિભાગની ઓફિસમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી

જૂનાગઢના મેંદરડા તાલુકાના જાંબુથાળા સેટલમેન્ટ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને સલીમભાઈ બ્લોચ નામના એક આધેડે વન વિભાગની ઓફિસમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 

 પરિજનોનો આરોપ છે કે વન વિભાગે ઢોર ચરાવવા બાબતે સલીમભાઈને નોટિસ પાઠવી હતી અને આ જ કારણે તેઓએ આ પગલું ભર્યું. પરિવારજનોએ જ્યાં સુધી મેંદરડાના RFO વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને વન વિભાગના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:52 PM IST)