News of Wednesday, 17th September 2025
બોટાદ-ગઢડા હાઈવે પર કેરાળા ગામ પાસે કાર કેનાલમાં ખાબકી: એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત : એક ઘાયલ
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા

બોટાદ-ગઢડા હાઈવે પર કેરાળા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોટાદ તરફ જઈ રહેલી એક કાર અચાનક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર રાજેન્દ્રસિંહ ભીખુભાઈ ઝાલા નામના યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ અફઝલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કારમાં દવાઓ ભરેલી હોવાથી પ્રાથમિક તપાસમાં બંને વ્યક્તિ દવાના વેપારી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
