તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
ઉના તાલુકાના સંજવાપુર અને મોઠા ગામમાં સિંહોના વધતા આંટાફેરા : સ્થાનિકોમાં ફફડાટ
સિંહોની આ વારંવારની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ

ઉના તાલુકાના સંજવાપુર અને મોઠા ગામમાં સિંહોની અવરજવર વધી રહી છે, જે હવે સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. શિકારની શોધમાં સિંહો હવે આ ગામોને પોતાનું કાયમી ઘર બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
તાજેતરમાં, ઉનાના મોઠા ગામે રાત્રે આશરે 2:30 વાગ્યે ત્રણ સિંહો ગામની ગલીઓમાં ઘૂસી આવ્યા હતા. જોકે, તેમને અહીં શિકાર ન મળતા તેઓ બાજુમાં આવેલા સંજવાપુર ગામે સવારના 4:00 વાગ્યે પહોંચ્યા હતા. અહીં ગાયોની અફરાતફરી વચ્ચે પણ સિંહોને કોઈ શિકાર હાથ લાગ્યો ન હતો. આ સમગ્ર ઘટના ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સિંહોની આ વારંવારની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
