તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 17th September 2025
મોરબીના રણછોડનગરમાંથી દારૂની ૨૦ બોટલ સાથે એક શખ્શ ઝડપાયો.
આરોપી શનિ નવીન મારૂણીયાને મકાન સામેથી ઝડપી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના રણછોડનગરમાં રેડ કરી પોલીસે એક શખ્શને ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલના જથ્થા સાથે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે રણછોડનગર શેરી નં ૦૧ મહાદેવજીના મંદિર પાસે રેડ કરી હતી આરોપી શનિ નવીન મારૂણીયાને મકાન સામેથી ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની ૨૦ બોટલ કીમત રૂ ૧૧,૦૦૦ નો જથ્થો કબજે લઈને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
