News of Wednesday, 17th September 2025
કચ્છના કુકમા ગામે મંદિરે દર્શન કરી પરત વળતા ૮ વર્ષના બાળકનું હીટ એન્ડ રનમાં મોત
નોખાણીયા ગામ પાસે બાઈક ચાલકને પીક અપ વાહને ઉડાડ્યો : બંને બનાવોમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : કચ્છમાં વાહન અકસ્માતો અટકવાનું નામ લેતા નથી. બેકાબૂ ગતિ અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સાથે ચલાવાતા વાહનો નિર્દોષ જીંદગીઓનો ભોગ લઈ રહ્યા છે. ભુજના કુકમા ગામે મંદિરેથી દર્શન કરી ઘેર પરત ફરી રહેલા ૮ વર્ષીય બાળક ઉત્કર્ષ ઉમેદ ચતુર્વેદીને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. નાનકડા બાળકના હીટ એન્ડ રનમાં મોત નીપજવાના બનાવથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજા અકસ્માતના બનાવમાં ભુજના નોખાણીયા ગામના બસ સ્ટેન્ડ પાસે પુરપાટ જતી પીક અપ ગાડીએ બાઇકને ટક્કર મારી હતી. ટક્કરના કારણે ૨૭ વર્ષીય બાઇક ચાલક રાજેશ શીવજી મહેશ્વરી (ગામ: સુમરાસર) નું ગંભીર ઇજાઓ થવાથી કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે બંને બનાવોમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
