<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ૩૦ હજાર નવી મગફળી બોરીની આવક

૨૦ કિલોના રૂ ૮૦૦ થી ૧૧૦૦ સુધીના બજારભાવ મળ્‍યા

 

ગોંડલ તા.૧૬: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે.એક જ દિવસમાં ૩૦ હજાર નવી મગફળી બોરીની આવક થઈ છે.

યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયાએ જણાવ્‍યું હતું કે ખેડૂતોને નવી મગફળીના ૨૦ કિલોના રૂ ૮૦૦ થી ૧૧૦૦ સુધીના બજારભાવ મળ્‍યા છે.જુનાગઢ ગીર સોમનાથ અમરેલી જામનગર સહિત સૌરાષ્‍ટ્રભરના ખેડૂતો મગફળી લઈને આવ્‍યા હતા.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:38 AM IST)