News of Wednesday, 17th September 2025
વિસાવદરના જાંબુથાળાના વન વિભાગના ત્રાસથી ઝેરી દવા પીધેલ બે મકરાણી યુવાન પૈકી એકનું મોત થતાં જબરો ઉશ્કેરાટ : મળતદેહ સંભાળવાનો ઈન્કાર : મકરાણી સમાજ એકત્રિત થઈ કલેકટર-જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપશે
વિસાવદરના જાંબુથાળાના બે માલધારીઓએ સાત દિવસ પહેલાં ઝેર પીધું હતું : વન વિભાગના ત્રાસથી ઝેર પી ચૂકેલા એકનું સારવારમાં મોત : જવાબદારો પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મળતદેહ સંભાળવા પરિવારજનોએ ઈન્કાર કરી દીધો : મકરાણી સમાજ જૂનાગઢ ભણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર , તા.,૧૭ : વિસાવદર વન વિભાગના એસીએફની કચેરીમાં ઝેર ગટગટાવનાર બે માલધારીમાંથી એક માલધારીનું સાત દિવસની સારવાર દરમ્યાન સિવીલ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે. ગત તા.૯ના મેંદરડા રેન્જ હેઠળના જાંબુથાળાના સલીમભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ અને હનીફભાઈ દાદમહમદ બ્લોચે ગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ અને એસીએફના ત્રાસથી ઝેરી દવા પી લીધી હતી. સલીમભાઈ બ્લોચનું મોત થતા રોષ ભભૂકયો છે. જ્યાં સુધી વન વિભાગના અધિકારી સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી મળતદેહ સંભાળવાનો ઈન્કાર કરી દીધો છે. જાંબુથાળાના સલીમભાઈ અને હનીફભાઈ બંને પિતરાઈ ભાઈઓ છે. તેઓએ નવી ભેંસો ખરીદી હતી જેના કારણે વન વિભાગે તેને નોટિસ આપી નવી વધારાની ભેંસો લઈને બહાર નીકળી જવા જણાવ્યું હતું. એક બાદ એક નોટિસો આપી ગત તા.૮ના વન વિભાગનો સ્ટાફ જાંબુથાળા જઈ સલીમભાઈના ઘરે જઈ જંગલની બહાર નીકળી જવા ધમકીઓ આપી હતી. સ્થાનિકોએ મધ્યસ્થી કરી બીજે દિવસે વિસાવદર એસીએફ કચેરીએ રૂબરૂ આવવાની ખાતરી આપતા રાત્રે મામલો થાળે પડ્યો હતો. તા.૯ના સલીમભાઈ અને હનીફભાઈ એસીએફ કચેરીએ તેમના આગેવાનો સાથે ગયા ત્યારે આરએફઓ સહિતના અધિકારીઓએ આગેવાનોને મળવાની ના પાડી બંનેને એકલા ઓફિસમાં બોલાવતા હતા જેથી ડરી ગયેલા સલીમભાઈ અને હનીફભાઈએ એસીએફની કચેરીમાં જ ઝેરી દવા પી લેતા સારવાર માટે વિસાવદર બાદ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. સારવાર દરમ્યાન સલીમભાઈની તબીયત દિવસે-દિવસે બગડતી જતી હતી. છેલ્લા ઘણા દિવસથી તેઓ સતત વેન્ટીલેટર ઉપર હતા.આખરે તેઓએ શ્વાસ છોડી દેતા ડોક્ટરે મળત જાહેર કર્યા હતા. જ્યારે હનીફભાઈની તબીયત સારી થતા તેઓને રજા આપી દેવામાં આવી છે. મળતકના પરિવારજનો મોટી સંખ્યામાં સિવીલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા છે. તેઓની માંગ છે કે, જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મળતદેહ સંભાળવામાં આવશે નહી. હવે પોલીસ આ મુદ્દે શું કરે તે મહત્વનું બની ગયું છે.
ગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ અને એસીએફનો ત્રાસ
ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે પોલીસ અને નાયબ મામલતદાર દ્વારા ડીડી લેવામાં આવ્યું ત્યારે મેંદરડા રેન્જના જાંબુથાળા રાઉન્ડના ગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ અને એસીએફના ત્રાસના કારણે દવા પીધી હોવાનું જાહેર કર્યું હોવાનું કહેવાય છે. ત્યારબાદ સલીમભાઈની તબીયત લથડતા તેની નજીકના જ બેડ પર સારવાર લેતા પિતરાઈ ભાઈ હનીફભાઈએ વિડીયો બનાવી સ્પષ્ટતા પૂર્વક જાહેર કર્યું હતું કે, મેંદરડાના આરએફઓ વાળા તથા જાંબથાળાના ગાર્ડ ભરતભાઈ, ફોરેસ્ટર કાકડીયા અને એસીએફ આઈએફએસ અધિકારી છે મને તેનું નામ નથી આવડતું એ અમારા ઘરે આવી ધમકી આપી હતી કે તમારા માલઢોરને લઈને બહાર નીકળી જજો નહીતર જાનથી મારી નાખશું અને તમારા ઝુંપડાઓને બુલડોઝર મારી દેશું, ખોટા શિકારના કેસમાં ફીટ કરી દેશું તેવી ધમકીથી ડરી ઝેરી દવા પીધી છે અને અમને કંઈપણ થશે તેની જવાબદારી આ ચારેયની રહેશે.
મકરાણી બ્લોચ સમાજમાં આક્રોશઃ કલેકટર-જિલ્લા પોલીસ વડાને
આવેદનપત્ર આપશે
સૌરાષ્ટ્ર મકરાણી સમાજના વોટ્સએપ ગ્રુપમાં જાહેર થયા મુજબ સલીમભાઈ ઇસ્માઇલ ભાઈ બ્લોચ રહે. જાંબુથાળાને તાલુકા વિસાવદર નાઓનું તા. ૦૯/૦૯/૨૦૨૫ ના રોજ જે ફોરેસ્ટ ખાતા સાથે અણઘટતો બનાવ બનેલ હતો તે બનાવના કારણે તેમનું ઇન્તેકાલ થયેલ હોય અને તે અંગેની ફરિયાદ લેતા ન હોય અને જે અંગે જૂનાગઢ જીલ્લા કલેકટર તથા જૂનાગઢ એસપીને આવેદન આપવાનું થતું હોય જેથી સમસ્ત બલોચ મકરાણી સમાજના ભાઈઓ તથા બહેનોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વધારે માં વધારે સંખ્યા માં હાજર રહેવા જહાંગીર ભાઈ બલોચ રિટાયર્ડ નાયબ મામલતદાર)-ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ તથા એજાઝભાઈ મકરાણી(એડવોકેટ)-પ્રમુખ-જૂનાગઢ જીલ્લા સમસ્ત મકરાણી સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
