News of Wednesday, 17th September 2025
ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે રાત્રે ધૂન-ભજનની રમઝટ

રાજકોટ, તા. ૧૭: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમે આજે તા. ૧૭ ને બુધવારે ધૂન-ભજનનું આયોજન કરાયુ છે.
પ.પૂ. સંત શિરોમણી ગુરૂવર્ય પૂ. દયાનંદગીરીબાપુ, પ.પૂ. મહંત પૂ. અમરગીરીબાપુના સાનિધ્યમાં આજે તા. ૧૭ ને બુધવારે અગિયારસના રાત્રીના ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી શ્રી બજરંગ ધૂન મંડળ બેલા સમસ્ત ચરાડવા ગામ ધૂન મંડળ રમઝટ બોલાવશે. ભાવિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
