<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ભાયાવદરના ખારચીયા ગામે મકાનમાં જૂગારની કલબ ચાલતી'તીઃ ૧૯ પતાપ્રેમીઓ પકડાયા

ઉપલેટાનો હરેશ બગડા જૂગાર રમાડતો'તોઃ રોકડ ૧ લાખ અને ૧૩ મોબાઇલ સહિત ર.ર૧ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧૭ :.. ભાયાવદર પોલીસે ખારચીયા ગામે મકાનમાં ચાલતી જૂગારની કલબ ઉપર દરોડો પાડી જૂગાર રમતા ૧૯ પતાપ્રેમીઓને ર.ર૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જર  રાજકોટ ગ્રામ્‍ય,  ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સુશ્રી સીમરન ભારદ્વાજ  દ્વારા પ્રોહી-જુગાર નેસ્‍ત નાબુત કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને  ભાયાવદર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર  વી.સી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્‍ટાફના માણસો ભાયાવદર પો.સ્‍ટે. વિસ્‍તારમાં કોમ્‍બીંગ પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, હરેશ દેવશીભાઇ બગડા રે.હાલ ઉપલેટા વાળો તેના ખારચીયા(શહીદ) ગામે આવેલ કબ્‍જા ભોગવટાના મકાનમાં પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી લાઇટ તથા પાણીની વ્‍યવસ્‍થા પુરી પાડી તીન પત્તીનો રોન પોલીસનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે.જે બાતમી અન્‍વયે રેઈડ  કરી જૂગાર રમતા ૧૯ શખ્‍સોને ઝડપી લીધા હતાં.

(૧) હરેશ દેવશીભાઇ બગડા રહે.હાલ ઢાંકની ગારી,કાદી વિસ્‍તાર વીનોદ કારખાના પાછળ ઉપલેટા (૨) કીશન કારાભાઇ શીર રહે.ગોરખડી તા.જામજોધપુર (૩) જીવન રાજાભાઇ ચાવડા રહે.ગોરખડી તા.જામજોધપુર જી.જામનગર (૪) હસમુખ નાથાભાઇ વાઘેલા રહે.શેઠવડાળા તા.જામજોધપુર જી.જામનગર (૫) રાહુલ કરશનભાઇ મકવાણા રહે.શેઠવડાળા તા.જામજોધપુર જી.જામનગર (૬) વિવેક રાજેશભાઇ નંદાણીયા રહે.જીરાપા પ્‍લોટ ઉપલેટા જી.રાજકોટ (૭) જોગેશ ચંદુભાઇ પરમાર રહે. આમ્રપાલી સોસાયટી, કૌશલ પાનની બાજુમાં ઉપલેટા જી.રાજકોટ (૮) ભરત વાલાભાઇ કટારીયા રહે.ધંધુસર તાવંથલી જી.જુનાગઢ (૯) સંજય શંકરદાસ શ્રીમાળી રેસડોદર તા.જામજોધપુર જી.જામનગર (૧૦) જેન્‍તી હીરાભાઇ વારગીયા રહે.સડોદર તા.જામજોધપુર (૧૧) કાન્‍તી બાવનજીભાઇ સોંદરવા રહે.સડોદર તા.જામજોધપુર (૧૨) જયેશ ખીમદાસ શ્રીમાળી રહે,સડોદર તા.જામજોધપુર (૧૩) પરેશ શામળદાસ ગાંજણ રહે.સડોદર તા.જામજોધપુર (૧૪) વિનોદ બાવનજીભાઇ સોંદરવા રહે.સડોદર તા.જામજોધપુર (૧૫) ઘનશ્‍યામસિંહ ઙ્કતાપસિંહ ચુડાસમાં રહે ખાખીજાળીયા તા.ઉપલેટા (૧૬) રમેશ ગોવિદભાઇ વામરોટીયા રહે. ખાખીજાળીયા તા.ઉપલેટા (૧૭) દીનેશસિંહ નવલસંગ ચુડાસમાં રહે.ખાખીજાળીયા તા.ઉપલેટા (૧૮) હીતેષ રવજીભાઇ સોદરવા રહે.ભોલગામડા તા.ધોરાજી (૧૯) અજીત પ્રેમજીભાઇ પરમાર રહે.હોળીધાર વિસ્‍તાર ભાયાવદરનો સમાવેશ થાય છે.

 ભાયાવદર પોલીસે  (૧) રોકડા કિ.રૂ. ૧,૦૦,૮૧૦/- તથા (૨) મોબાઈલ ફોન-૧૩ કી.રૂ.૧,૨૦,૫૦૦/- મળી   કુલ કી.રૂ. ૨,૨૧,૩૧૦/- નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કાર્યવાહી ભાયાવદરના

(૧) પીઆઇ.સી.પરમાર, એએસઆઇ રોહીતભાઇ  વાઢેળ, દિનેશભાઇ ગોહીલ,  વશરામભાઇ  કરોતરા,  મહેશભાઇ સદાદીયા, શક્‍તિસિંહ જાડેજા, ભાગ્‍યરાજસિંહ મહેન્‍દ્રસિંહ,  દીલીપસિંહ  જાડેજા, મહેશભાઇ ગમારા, સહિતના સ્‍ટાફે કરી હતી.

(11:48 AM IST)