News of Wednesday, 17th September 2025
દ્વારકાના છેતરપીંડીના ગુન્હામાં પોરબંદરનો શખ્સ પકડાયો ઘડી કંપનીના સોડા એશમાં ભેળસેળ અંગે

ખંભાળીયા તા. ૧૭ :.. દ્વારકા પોલીસ સ્ટેશન એ પાર્ટ કલમ-૪૦૬,૪૦૭,૪૨૦,૧૨૦(બી), ૪૨૭ મુજબના RSPL (ઘડી) કંપનીના સોડા એશના જથ્થામાં ભેળસેળ કરેલ છેતરપીંડીના ગુનામાં સંડોવણીના સદર ગુનાના કામે ચાર્જશીટના કોલમ નં.ર માં લાલશાહીથી નાસ્તા ફરતા આરોપી તરીકે દર્શાવવામાં આવેલ આરોપી દ્વારકા શહેરમાં કાનદાસ બાપુના આશ્રમ નજીક હોવાની હકિકત આધારે ભીમાભાઇ રાજાભાઇ કટારા રબારી, રહે. પોરબંદર, જુબેલી મારાજ બાગ રોડ, જનલા મોલવાળી શેરીને પકડી પાડી દ્વારકા સોંપેલ છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પીઆઇ કે.કે.ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી.એમ.દેવમુરારી, વી.એન.સીંગરખીયા, એસ.એસ.ચૌહાણ, એસ.વી.કાંબલિયા એએસઆઇ ભદ્રસિંહ ગોહિલ, અશ્વીનભાઈ વડારીયા, જગદીશભાઇ કરમુર, એચ.સી. પ્રદીપસિંહ જાડેજા, પીઠાભાઇ ગોજીયા તથા પીસી સચિનભાઇ નકુમનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
