News of Wednesday, 17th September 2025
ગોંડલમાં વિદેશી દારૂના રર ચપલા સાથે કિશન પકડાયો
દેરડી કુંભાજી ગામે દારૂના ૬પ ચપલા સાથે મનુ અને કનુ પકડાયા

તસ્વીરમાં ગોંડલમાં દારૂના ચપલા સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૭ : ગોંડલના પોલીસ ઇન્સ્પેકટર એલ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે વિદેશી દારૂના રર ચપલા કિ. ૩૯૬૦ તથા બાઇક મળી ર૮,૯૬૦ ના મુદામાલ સાથે કિશન જેન્તીભાઇ ચૌહાણ (ઉ.વ.રપ) રે. ગોંડલ ભગવતપરાને ઝડપી લીધો હતો. જયારે જતીન અમરશીભાઇ સોલંકી રે. ગોંડલ ભગવતપરાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કામગીરી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. વી.જે.જાડેજા, એએસઆઇ જીગ્નેશભાઇ પુરોહીત, પો.હેડ કોન્સ. યુવરાજસિંહ ગોહીલ, સુનીલભાઇ મકવાણા, પો.કોન્સ. ભાવેશભાઇ સાસીયા, નરેન્દ્રભાઇ બાબરીયા તથા કાનજીભાઇ ગજીયા દ્વારા કરવામાં આવેલ છે. તેમજ સુલતાનપુર પોલીસે દેરડી (કુંભાજી) ગામમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના ૧૮૦ એમએલના પ્લાસ્ટીકના શીલબંધ ચપલા નંગ ૬પ કી. રૂા. ર૦,ર૮૦ના મુદામાલ સાથે મનુ ઉર્ફે ચોટી લખુભાઇ હુદડ રહે. દેરડી કુંભાજી તથા કનુ ઉર્ફે કની અરજણભાઇ ગજેરા રહે. દેરડી કુંભાજીને ઝડપી લીધા હતા. આ કામગીરી પીઆઇ જે.એ.ખાચર તેમજ પો.હેડ કોન્સ. જયસુખભાઇ ગરાંભડીયા તથા પો.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા સહીતના સ્ટાફે કરી હતી.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
