<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મુંબઇમાં ટંકારાના દયાનંદ સરસ્‍વતીજી સ્‍થાપિત આર્ય સમાજમા યજ્ઞ કર્યો

ટંકારા તા.૧૭: ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના વધારાના હવાલાની શપથ લીધા બાદ ટંકારાના પનોતા પુત્ર દયાનંદ સરસ્‍વતી દ્વારા સ્‍થાપિત પ્રથમ આર્ય સમાજ મુંબઈ ખાતે પહોંચી યજ્ઞ કર્યો. ટંકારાનું ગૌરવ અને દેશના પનોતા પુત્ર મૂલશંકર ત્રિવેદી એટલે કે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી દ્વારા સ્‍થાપિત પ્રથમ આર્ય સમાજની પરંપરાને આગળ વધારતા, ગુજરાતના મહામહિમ રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના વધારાના હવાલાની જવાબદારી સ્‍વીકારી. રાજભવનમાં સંસ્‍કૃતમાં શપથગ્રહણ સમારોહ બાદ, આચાર્ય દેવવ્રતજી તેમનાં ધર્મપત્‍ની શ્રીમતી દર્શના દેવી સાથે મુંબઈના ઐતિહાસિક કાકડવાડી આર્ય સમાજ ખાતે પહોચ્‍યા હતા. તેમણે ત્‍યાં યજ્ઞમાં ભાગ લઈને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો હતો. (તસ્‍વીર-અહેવાલઃ જયેશ ભટ્ટાસણા. ટંકારા) 

(12:13 PM IST)