<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

જામનગર જીઆઇડીસી સાથે બ્રાસ ઉદ્યોગના ધંધાર્થીઓ ઉપર જીએસટીની સ્‍કવોર્ડ ત્રાટકી

૮ થી ૯ વાહનો રોકીને માલસામાન જપ્‍ત કર્યોઃ આગેવાનો રજૂઆત માટે દોડી ગયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જીએસટી વિભાગ ની અમદાવાદ  ચેકીંગ સ્‍ક્‍વોડ ની ટીમ આજે જામનગર ના બ્રાસ ઉદ્યોગ ના ધંધાર્થી ઓ ઉપર ત્રાટકી હતી. અને રસ્‍તા ઉપર થી બ્રાસપાટ નો માલ ભરીને પસાર થતાં ૮ થી ૯  વાહનો ને રોકી ને તેમનો માલ સામાન જપ્ત કર્યો હતો. આ સમયે ઉદ્યોગ એસોસિયેશનના આગેવાનો રજૂઆત માટે દોડી ગયા હતા.

અમદાવાદ થી જીએસટી વિભાગ ની ટુકડી આજે ચેકિંગ માટે જામનગર આવી પહોંચી હતી. અને જીઆઇડીસી ફેસ ૨ અને ૩ સામે ના વિસ્‍તાર માં સાંઢીયા પૂલ પાસે થી બ્રાપાર્ટસ નો માલ ભરી ને પસાર થતા છકડો રીક્ષા સહિતના આઠ થી નવ વાહનો ને રોકયા હતા. અને ૧૩૬  ટકા ની પેનલ્‍ટી ની રકમ ની માંગ કરી હતી. જેમાં વેપારીઓને ચેકિંગ વચ્‍ચે રકઝક થતા તમામ વાહનો માં  ભરેલો બ્રાસપાર્ટ નો માલ સામાન જપ્ત કર્યો હતો.

આ અંગેની જાણ થતા જ ઉદ્યોગકાર એસોસિએશનના આગેવાનો દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી કે આ અર્ધ ફિનિશ માલ.છે.પરંતુ ફિનિશ કે તૈયાર માલ નથી. પરંતુ તેમની રજૂઆતો ધ્‍યાને લેવામાં આવી ન હતી. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:19 PM IST)