<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

જામનગર જિલ્લામાં “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ : શહેરના પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહા મમતા દિવસ, ટીબી રોગ વિષે સમજુતી, આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું:જુઓ વિડીયો

વિનામુલ્યે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવા બદલ સરકારનો આભાર : લાભાર્થી હસ્તી શાહ : આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતગર્ત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પનુ આયોજન તથા ટીબી રોગ અંગે જાગૃતિ સેમીનાર યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ 

આજે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિતે ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં આવેલ પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૯:૦૦ વાગ્યાથી જ મહા મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે સગર્ભાઓનું TD રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતગર્ત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન તથા ટીબી રોગ અંગે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બહોળા પ્રમાણમાં લાભાર્થી મહિલાઓ અને બાળકો લાભ લઇ રહ્યા છે. અહીં, આરોગ્ય વિભાગની ટીમના ૧૫ થી ૨૦ જેટલા ડોકટરો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે.  

જામનગર શહેરના પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ લાભાર્થી સગર્ભા હસ્તી શાહ જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાન ચલાવવામાં આવશે. જેમાં આરોગ્યની સેવાઓ વિનામુલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. મેં પણ આજે આ આરોગ્ય કેમ્પનો લાભ લીધો છે. અહીં મને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે. તેમજ ટીબી રોગ વિષે સમજુતી આપવામાં આવી છે. અને રસીકરણ કરવામાં આવ્યું છે. અહીં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું

(4:20 PM IST)