<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

મોરબી પધારેલા મુખ્યમંત્રીની સ્વાગત કરતા જે. પી. જેસવાણી.

પીએમ મોદીજીના જન્મદિન નિમિત્તે 10 લાખ વૃક્ષોના વનકવચનું લોકાર્પણ માટે મોરબી પધારેલ મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈનું સ્વાગત કરતા ધન્યતા અનુભવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જનસંઘના સમયના દિગ્ગજ રાજકીય અગ્રણી સ્વ. મહાનંદભાઈ. ડી.જેસ્વાણી ના સુપુત્ર અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનથી અંગત, વિશ્વાસુ સાથી અને મદ્દદનીસ જે. પી. જેસ્વાણી દ્વારા પ્રધાનમંત્રી મોદીજીના જન્મદિન નિમિત્તે 10 લાખ વૃક્ષોના વનકવચનું લોકાર્પણ માટે મોરબી પધારેલ મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈનું સ્વાગત કરતા ધન્યતા અનુભવી હોવાનું જણાવવા સાથે મોરબી જીલ્લાને ગૌરવ અપાવનાર 75 મહાનુભાવો પૈકી એક પુજ્ય પિતાશ્રી સ્વ. મહાનંદભાઈ જેસ્વાણીના સંક્ષિપ્ત પરિચય સાથે ગૌરવગાથામાં ઉપસ્થિતીને નમન-વંદન કરવા સાથે એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી, દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.

(10:53 PM IST)