<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મોરબી લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સિરામિક ફેક્ટરી ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી.

ભગવાન વિશ્વકર્માજીનું પૂજન, અર્ચન અને આરતી કરી ઉદ્યોગ જગતની સાથે સંકળાયેલ તમામ કામદારો અને ઉદ્યોગપતિઓની ઉન્નતિ માટે પ્રાર્થના કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા સનકોર સિરામિક ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં લઘુ ઉદ્યોગ ભારતીના સદસ્યો, કંપનીના ભાગીદારો, કર્મચારીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

   ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભગવાન વિશ્વકર્માજીનું પૂજન, અર્ચન અને આરતી કરી ઉદ્યોગ જગતની સાથે સંકળાયેલ તમામ કામદારો અને ઉદ્યોગપતિઓની ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.


 

(12:00 AM IST)