<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

આસામ પોલીસે પોરબંદરમાંથી એક સગીર છોકરીને ભગાડીને લાવનાર આરોપીની ધરપકડ કરી: આરોપી ચકમો આપી ફરાર

હાથકડી પહેરાવેલી હોવા છતાં આરોપી ભાગવામાં સફળ :ઘટના બાદ વિરમગામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

આસામ પોલીસે પોરબંદરમાંથી એક સગીર છોકરીને ભગાડીને લાવનાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને ટ્રેન દ્વારા આસામ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તે પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યો. આશ્ચર્યજનક રીતે, હાથકડી પહેરાવેલી હોવા છતાં આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, આરોપી ભાગી ગયો તે સમયે પોલીસ જવાનો ઊંઘી રહ્યા હતા. આ ઘટના બાદ વિરમગામ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પોલીસની બેદરકારીને સ્પષ્ટપણે દર્શાવે છે

 

(12:43 AM IST)