<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ધ્રોલના જાલીયા માનસર રોડ ઉપર કુતરૂ આડુ ઉતરતા બાઇક ચાલક દિનેશ લીંબડીયાનું મોત

કપાસની દવા લઇને જાલીયા માનસર પરત ફરતી વખતે દુર્ઘટના

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૮: ધ્રોલ તાલુકાના જાલીયા માનસર રોડ પર આવેલ હાઈસ્‍કૂલ નજીક ગતરોજ સાંજે રોડ અકસ્‍માત સર્જાતા એક બાઈક સવારનું કરુણ મોત નિપજ્‍યું હતું. પોલીસ વિગતો પ્રાપ્ત મુજબ, ધ્રોલના જાલીયા માનસર ગામના દિનેશભાઈ રણછોડભાઈ લીંબડીયા (ઉંમર ૪૧) પોતાનું મો.સા. નં. જીજે-૧૦-ઇડી-૪૩૪૬ લઇને ધ્રોલ ખાતે કપાસની દવા લઇ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જાલીયા માનસર ગામની હાઈસ્‍કૂલથી આગળ ગોલાઈ પર અચાનક કુતરુ આડું આવતા બાઈક સ્‍લીપ થયું હતું. જેના કારણે દિનેશભાઈ રોડ પર પટકાતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્‍ત દિનેશભાઈને તાત્‍કાલિક ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરે તપાસ કરી તેમને મળત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ તેમની પત્‍ની આશાબેન દિનેશભાઈએ પોલીસને કરી હતી. ધ્રોલ પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ ડી.પી. વધોરાએ અકસ્‍માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.(

(1:53 PM IST)