હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણ પાલિકા પ્રમુખે પ્રજાલક્ષી કાર્ય કરી નરેન્દ્રભાઇનો જન્મદિવસ ઉજવ્યો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૮: જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ વોર્ડ નંબર ત્રણના સદસ્યાના પ્રતિનિધિ અને પૂર્વ કારોબારી પંકજભાઈ ચાવ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આલન સાગર ડેમ તેમજ જિલ્લેશ્વર પાર્કમાં પાણી વિતરણ થતો સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટ સહિત જીલેશ્વર ગાર્ડન તેમજ ગામના અલગ અલગ જાહેર સ્થળોની મુલાકાત લઇ અને ઘટતું કરવા માટે નગરપાલિકામાં જે તે વિભાગમાં સૂચના આપેલ હતી. ઉપરાંત આવનારા દિવસોમાં જસદણ નગરને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન ચાલુ કરવા પણ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જિલેશ્વર પાર્ક એકદમ સાફ સફાઈ કરવા માટેનું આયોજન બાબતે ચીફ ઓફિસરને સૂચના આપેલ હતી. આમ પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ ભાજપ અગ્રણી પંકજભાઈ ચાવે પ્રજાલક્ષી કાર્ય થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. (૩.૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
