<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

દહેરાદૂન- અન્‍યત્ર પુર અને અકસ્‍માતમાં મૃતકોને પૂ.મોરારિબાપુની શ્રધ્‍ધાંજલીઃ પરિવારને સહાય

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮: ગત થોડા દિવસોથી ઉતરાખંડમાં અને અન્‍ય રાજ્‍યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની બહુ મોટી ખુવારી થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ દરમિયાન ઉતરાખંડના દહેરાદુન વિસ્‍તારમાં વાદળ ફાટવાથી પુર આવ્‍યું હતું અને તેમાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેમજ જાનમાલની ભારે નુકસાની થઈ છે. પૂજ્‍ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્‍ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને ૨,૨૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્‍યપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવેલ છે. આ વિતિય સેવા મુંબઈ સ્‍થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાત રાજ્‍યમાં પણ અકસ્‍માતમાં પાંચ લોકોના મોત નિપજયા છે. તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી પ્રત્‍યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્‍ય મોરારીબાપુએ તમામ મળતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે

(12:37 PM IST)