News of Thursday, 18th September 2025
એક કચ્છ, એક શપથ, એક ભારત: નરેન્દ્રભાઈના જન્મ દિને ભુજમાં વિશ્વનો સૌથી મોટો શપથવિધિ
સાંસદ વિનોદ ચાવડાની આગેવાનીમાં વડાપ્રધાનના ૭૫ માં જન્મદિનની અનેક વિવિધ સેવાકાર્યો દ્વારા જન સમૂહ સાથે ઉજવણી કરાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદ વિનોદ ચાવડાની આગેવાની નીચે વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વહેલી સવારે ભુજના સ્મૃતિવન ખાતે સાંસદ વિનોદ ચાવડાની સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો. આ યોગાભ્યાસમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, અંગદાનના પ્રણેતા શ્રી દિલિપભાઈ દેશમુખ, જીલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભા.જ.પા યુવા મોરચાનાં પ્રમુખ શ્રી તાપસ શાહ સહીત બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. સાંસદ વિનોદ ચાવડા સંચાલિત સંસ્થા કચ્છ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી એક લાખ સેનેટરી પેડ વિતરણના સંકલ્પ સાથે ભુજ ખાતે ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કુલની દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી, કાઉનસીલર શ્રી મનીષાબેન સોલંકી સહીત હાઈસ્કુલના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા.વડાપ્રધાન નરેન્દ્રભાઈનો પર્યાવરણનો સંકલ્પ ઝીલી સાંસદ વિનોદ ચાવડાએ પોતાના ગામ સુખપર(રોહા) (તા.નખત્રાણા) મધ્યે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત “નમોવન” નું લોકાર્પણ વૃક્ષારોપણ સાથે કર્યું હતું. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ભા.જ.પા નાં આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
જનનાયક નરેન્દ્રભાઇના ૭૫માં જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં કેન્દ્ર અને સરકારશ્રી ની વિવિધ સેવાકીય યોજનાઓનો લાભ છેવાડાના નાના માં નાના માનવી સુંધી પહોચાડવામાં આવ્યો હતો. દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશ ના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતો ને વિકાસ ના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારત ને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વાસ્થય અને દીર્ઘાયુ ની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગો ને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ - ભુજ દ્વારા વિવિધ સહાયો નું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે સમગ્ર કચ્છભરમાં વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવ્યા છે.
“कच्छं विश्वसंस्कृतिस्थानम्” (કચ્છ - વિશ્વ સંસ્કૃતિનું સ્થાન) The Kachchh - The Cultural Destination આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છ એક ઐતિહાસિક અને અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે ત્યારે “એક કચ્છ - એક શપથ - એક ભારત” અભિયાન અંતર્ગત ભુજના સ્મૃતિવનના પવિત્ર પ્રાંગણમાં વિશ્વની સૌથી મોટી લાઈવ ઑનલાઇન તથા ઑફલાઇન શપથવિધિનો આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જન સમૂહ સાથે શપથ ગ્રહણ કર્યા હતા.
દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ નો માનનીય વડાપ્રધાનશ્રીના વરદહસ્તે દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ પ્રસંગે ભુજ તાલુકાના ઢોરી ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જોડાયા હતા. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા ભા.જ.પા મહામંત્રી ધવલ આચાર્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવરાત્રીનાં નવ દિવસ માં ની આરાધના કરવા લાખો માઈ ભક્તો નવરાત્રી પ્રારંભ થાય તે પૂર્વે જ સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાત ભર માંથી પદયાત્રા કરી કચ્છ ધણીયાણી માં આશાપુરા - માતાનામઢ દર્શને જાય છે. તેમની સુવિધા અને સેવા અર્થે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજ તરફથી મિરઝાપર રોડ, ભુજ પાસે “માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) સેવા કેમ્પ”નું આયોજન કરવામાં આવેલ છે. સ્વદેશી અપનાવીએ ભારતને આત્મનિર્ભર બનાવીએ માટે નરેન્દ્રભાઈનાં સંદેશ “વોકલ ફોર લોકલ” સુત્ર ને સાર્થક કરવા કેમ્પ ની શુભ શરૂઆત કરવામાં આવી છે. હજારો યાત્રીકો આ સેવા કેમ્પ નો લાભ લેશે. તેમ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
