News of Thursday, 18th September 2025
દ્વારકા ગોમતી ઘાટ યાત્રીકોના મોબાઇલ ફોન અને પર્સ પાકીટ ચોરી કરતી મહારાષ્ટ્રની બનીયાન ધારી ગેંગને પકડી પાડતી દ્વારકા પોલીસ
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, ના.પો.અધિ. સાગર રાઠોડની સુચના મુજબ દ્વારકા પોલીસ દ્વારા કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૮ : દ્વારકા ગોમતી ઘાટ યાત્રીકોના મોબાઇલ ફોન અને પર્સ પાકીટ ચોરી કરતી મહારાષ્ટ્રની બનીયાન ધારી ગેંગને દ્વારકા પોલીસે પકડી પાડેલ છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તેમજ ના.પો.અધિ. સાગર રાઠોડની સુચના મુજબ દ્વારકા ગોમતી ઘાટ વિસ્તારમા યાત્રાળુઓ મોબાઇલ તેમજ પાકીટ/પર્સ ચોરી ઇસમોને મોબાઇલ ચોરી કરેલ હોય જે બાબતે દ્વારકા પો.સ્ટે ખાતે પાર્ટ-એ ગુ.ર.નં-૧૦૩૩/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો નોંધાયેલ હતો.
જેથી આ બાબતે પાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ દ્વારકા પો.સ્ટેના પો.ઇન્સ એ.એલ.બારસીયા સા, નાઓ સુચનાથી પોલીસના માણસો દ્વારકા ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા તેમજ ગુનેગારોની વોચમા હતા તે દરમ્યાન દ્વારકા પો.સ્ટેના પો.હેડ.કોન્સ નિશીતભાઇ હરદાસભાઇ પરમાર તથા પો.હેડ કોન્સ.ભરતસિંહ ગજુભા માણેક નાઓને મળેલ બાતમી આધારે દ્વારકા ગોમતી ઘાટ સંગમ નજીક ચોર ઇસમોની વોચ રાખી બાતમી આધારે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ ગુન્હની આગળની તપાસ બી.જી.માણેક પો.હેડ કોન્સ દ્વારકા પો.સ્ટે નાઓ ચલાવી રહેલ છે.
પોલીસે આરોપીઓ વિનોદ હિરામણભાઈ શેલકે જાતે. મરાઠી ઉવ.૩૭ ધંધો મજુરી રહે. યેલવી તા.જત જી.સાંગલી રાજ્ય. મહારાષ્ટ્ર, ૪૧૬૪૦૪, ઈન્દ્રજીત પવન પરમાર જાતે. મરાઠી ઉવ.૩૪ ધંધો,ખેતી રહે. યેલવી તા.જત જી.સાંગલી રાજ્ય. મહારાષ્ટ્ર, ૪૧૬૪૦૪, ગણેશ અંબર સોલુંખે જાતે મરાઠી ઉવ.૩૪ ધંધો.ડ્રાઈવીંગ રહે. આશ્રમ શોલે જવલ સોલુંખે બસ્તી ડિકસલ જી.સોલાપુર રાજ્ય. મહારાષ્ટ્ર ૪૧૩૩૦૯,લખન ઉર્ફે શેખર કનૈયાલાલ ગૌડ તા. મલ્સીરસ જી.સોલાપુર રાજ્ય. મહારાષ્ટ્ર ૪૧૩૧૦૧ જાતે.મરાઠી ઉવ.૪૭ ધંધો કેટરસ રહે. અકલુજની ધરપકડ કરી છે.
પોલીસે મોબાઇલ નં-૧ કિ રૂ-૧૪૦૦૦/- તથા રોકડા રૂ૩૦૦૦/- કુલ મુદામાલ રૂ-૧૭૦૦૦/-મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી એ.એલ.બારસીયા સા પો.ઇન્સ દ્વારકા પો.સ્ટે, નિશીતભાઇ હરદાસભાઇ પરમાર પો.હેડ.કોન્સ દ્વારકા પો.સ્ટે, ભરતસિંહ ગજુભા માણેક પો.હેડ.કોન્સ દ્વારકા પો.સ્ટે, મહેશભાઇ ધનજીભાઇ અણીયારીયા પો.હેડ.કોન્સ દ્વારકા પો.સ્ટે, મોતીબેન રામદેભાઈ જાદવ પો.હેડ.કોન્સ દ્વારકા પો.સ્ટે એ કરેલ છે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
