હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th September 2025
પ્રધાનમંત્રીનાં જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના બહેનો દ્વારા સુપોષણ કીટ વિતરણ

જુનાગઢઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં તેમજ ગુજરાત પ્રદેશ સુપોષણ અભિયાનના ઇન્ચાર્જ ડો. શ્રધ્ધાબેન રાજપૂત તથા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયાના માર્ગર્દશન હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે ભેંટ સ્વરૂપે આંગણવાડીના ૩ થી ૬ વષના જરૂરીયાતમંદ બાળકોને કે જે અતિકૃપોષિત છે તેમને વિના મૂલ્યે સુપોષણ કીટવિતરણ કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ, વંદનાબેન દોશી, યોગેશ્વરીબા જાડેજા, મનીષાબેન વૈષ્ણાની, ચંદ્રીકાબેન મહેતા, નિરીક્ષાબેન તેરૈયા, આરતીબેન ભરાનડ તથા કિરણબેન રાગણી ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડયાની યાદી જણાવે છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
