હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં ૧૦ લાખ વૃક્ષોનું વન કવચ એ વડાપ્રધાનના જન્મદિવસની સૌથી મોટી ભેટ છેઃ ભુપેન્દ્રભાઇ પટેલ
નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે મોરબીમાં ટૂંકા ગાળામાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ ભારતના વિશાળ વન કવચ ‘નમો વન'નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લોકાર્પણ કર્યું ગ્રીન કવચ વધારવા ગુજરાત અગ્રેસરઃ ગુજરાત રાજ્યમાં ૩૦૦ હેકટર જમીનમાં ૨૦૭ વન કવચ ઉપરાંત ૭૫ વડ વૃક્ષોનું એક એવા ૮૨ વડ વન તૈયાર કરાયા છેઃ આવતી કાલ માટે પાણીનું આગોતરૂ આયોજન કરવા માટે રાજ્ય સરકારે ‘કેચ ધ રેઈન-૨.૦' યોજના અમલી બનાવી છે ‘મોરબી ઔદ્યોગિક નગરી સાથે વૃક્ષ નગરી બને, જેથી પર્યાવરણની જાળવણી થશે' વન અને પર્યાવરણ મંત્રીઃ મુળુભાઈ બેરા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૮: મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વળધ્ધાશ્રમ દ્વારા તથા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્મિત ભારતના વિશાળ દસ લાખ વળક્ષોના વનકવચનું ગુજરાત સરકારના જીવદયાપ્રેમી અને પર્યાવરણપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા મોરબી ખાતે લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ૪૦ હેક્ટર વિસ્તારમાં નવનિર્મિત વનકવચની મુલાકાત લઇ વળક્ષારોપણ કર્યુ હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મોરબી ખાતે નિર્માણ પામેલ ૧૦ લાખ વળક્ષોનું વન કવચ એ વડાપ્રધાનશ્રીની જન્મદિવસની સૌથી મોટી ભેટ છે. રાષ્ટ્રના વિકાસ સાથે પર્યાવરણનું જતન કરવાની વડાપ્રધાનશ્રીની નેમને રાજ્ય સરકાર સુપેરે સાકાર કરી રહી છે, ત્યારે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં આવતી કાલ માટે પાણીનું આગોતરૂ આયોજન કરવા માટે રાજ્ય સરકારે ૅકેચ ધ રેઈન-૨.૦ૅ યોજના અમલી બનાવી છે, અને આ માટે રાજ્યના પ્રત્યેક ધારાસભ્યને વધારાના રૂપિયા ૫૦ લાખની ફાળવણી પણ કરવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશભરમાં અનેક સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબીના પાંજરાપોળ ખાતે ૪૦ હેક્ટર જમીનમાં નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. મોરબી ઔદ્યોગિક નગરી સાથે વળક્ષ નગરી બને અને પર્યાવરણની જાળવણી થઈ શકે તેવી નેમ સાથે વન વિભાગ, પાંજરાપોળ અને સદભાવના ટ્રસ્ટના લોકભાગીદારી અને સહિયારા સહયોગથી વધુને વધુ વળક્ષો વાવવામાં આવી રહ્યા છે. પર્યાવરણના વિવિધ પડકારોને નિવારવા માટે વળક્ષો વાવવા અને માવજત કરવી ખૂબ જ અગત્યની છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વન કવચના નિર્માણમાં ફેન્સિંગ, પિયત માટે ડ્રિપ ઇરિગેશન, વન કુટીર સહિતની વ્યવસ્થાઓ ભી કરવામાં આવી છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના સતત સહકારથી ટૂંકા ગાળામાં ભારતનું સૌપ્રથમ અને આ પ્રકારનું એક માત્ર એવું ૧૦ લાખ વળક્ષો ધરાવતું ‘વન કવચ' ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ૅનમો વનૅ સ્વરૂપે તેમના જન્મદિનની સેવામય ઉજવણી અન્વયે બનાવાયું છે.
ધારાસભ્ય અને મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ અમળતિયાએ સમગ્ર ‘નમો વન'ની પૂર્વભૂમિકા અને ભાવિ આયોજનો સ્પષ્ટ કર્યા હતા તેમજ આભારવિધિ કરી હતી.
સ્વાગત પ્રવચન સદભાવના વળદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયાએ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સન્માન કરાયુ હતું. આ પ્રસંગે પાંજરાપોળ વિભાગ, વન વિભાગ સદભાવના ટ્રસ્ટ તથા સંગઠન દ્વારા મુખ્યમંત્રીશ્રીનું વિશેષ બહુમાન કરાયું હતું.
મુખ્ય મંચના કાર્યક્રમનું સંચાલન સદભાવના વળદ્ધાશ્રમના મિતલભાઇ ખેતાણીએ કર્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, સાસંદો ચંદુભાઈ શિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વશ્રી દુર્લભજીભાઇ દેથરિયા, પ્રકાશભાઇ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પાંજરાપોળના વેલજીભાઈ પટેલ, નીતિનભાઇ પટેલ, પૂર્વ મંત્રી જેન્તીભાઈ કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, અગ્રણી જેન્તીભાઈ રાજકોટિયા અને જેન્તીભાઈ પટેલ, કલેક્ટર કે.બી.ઝવેરી, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકાર જે.એસ. પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ) યુવરાજસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, દાતાઓ તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
