કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સાંસદશ્રીનું અધિકારીઓને સૂચન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી જેમાં અમુત ૨.૦ હેઠળ જામનગર મહાનગરપાલિકાને વિવિધ કામો જેમાં વોટરવર્કસ શાખા, ભૂગર્ભ ગટર શાખા, સિવિલ(ગાર્ડન શાખા) તથા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાને લગત કામો માટે ફાળવવામાં આવેલ રકમ અને કામોની પ્રગતી, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના,જલ શક્તિ અભિયાન-કેચ ધ રેઇન, આઈસીડીએસ વિભાગની સેવાઓ, પ્રધાનમંત્રી માતળવંદના યોજના, નમોશ્રી યોજના, નીક્ષય મિત્ર, આયુષ્માન ભારત ડીજીટલ મિશન, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. પોષણ યોજના અંગે લગત વિભાગના અધિકારીશ્રીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સાંસદશ્રીને માહિતી આપી હતી.
આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, રેલ્વે વિભાગ દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના,નેશનલ ફૂડ સિકયોરીટી એકટ, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કળષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, જિલ્લા વિદ્યુત કમિટી દ્વારા થઇ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થઇ રહેલ કામગીરી અંગે સાંસદશ્રીએ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર સરકારની અન્ય યોજનાઓ અંગેનો દિશા મીટીંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં અટલ પેન્શન યોજના, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, નેશનલ મિશન ઓફ લાઈબ્રેરી, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર સ્કીમ, જલ સંચય જન ભાગીદારી યોજના, ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલોપમેન્ટ, ડીજીટલ ઇન્ડિયા, પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન, પ્રિમેટ્રિક સ્કોલરશીપ, નેશનલ કેરિયર સર્વીઝ, સારથી અને વાહનપરિવહન સેવાનો સમાવેશ થાય છે.
ઉપરાંત સાંસદશ્રીએ આગેવાનો દ્વારા રજુ કરવામાં આવેલા વિવિધ વિભાગોને લગત પ્રશ્નો જેમાં, અમુક જગ્યાએ અંડરબ્રિજમાં ચોમાસામાં પાણી ભરાવવાના પ્રશ્નો, ટ્રેનના સ્ટોપેજ અંગેની લોકોની રજૂઆતો, વાડી વિસ્તારોમાં તેમજ નવા બાંધકામ થયેલા હોય ત્યાં વીજ કનેક્શન આપવા, રોડ-રસ્તાઓ, અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક આપવા અંગે, ખેતીવાડી વિભાગને લગત પ્રશ્નો, ગામડાઓમાં એસટી બસના સ્ટોપ આપવા અંગેના આગેવાનોના મુદાઓ પર ચર્ચા કરી લોક માંગણીઓને ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લઈ પડતર પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, સાંસદશ્રી દ્વારા આપવામાં આવેલા સૂચનો ધ્યાને લઇ લોકમાંગણીઓના કામો ઝડપથી પૂર્ણ કરવા તથા જનપ્રતિનિધિઓની રજુઆતોને ધ્યાને લઇ મહત્વના કામોને અગ્રીમતા આપી સુચારુ આયોજન કરી કામગીરી પૂર્ણ કરવામાં આવે.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, એ.એસ.પી.શ્રી પ્રતિભા, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રી અને સભ્યોશ્રી, ડી.આર.ડી.એ. નિયામકશ્રી શારદા કાથડ, ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજરશ્રી રવીશ કુમાર, રાજકોટ ડી.આર.એમશ્રી, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
