હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાવરકુંડલાઃ નરેન્દ્રભાઇના જન્મદિને કર્મચારી મંડળો દ્વારા રકતદાન કેમ્પ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ તા. ૧૮ : ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ ભારતીય સૈનિકોના સન્માનમાં ભારતના પ્રત્યેક જનના હૃદયસમ્રાટ વિશ્વ નાયક શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરના તમામ કર્મચારી મંડળો દ્વારા આયોજિત ‘‘નમો કે નામ રક્તદાન'' મિશનમાં ૧૬મી સપ્ટેમ્બર મંગળવારે એક જ દિવસે ૫૬,૨૫૬ લોકોએ રક્તદાન કરીને ખૂબ જ મોટી સફળતા હાંસલ કરી મહાન સેવાયજ્ઞનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બુલંદી રેકોર્ડ પ્રસ્થાપિત કરીને નરેન્દ્રભાઈ મોદીને રાજ્યના સૌ કર્મચારીઓએ ઐતિહાસિક ‘‘બર્થ ડે ગિફ્ટ'' આપી છે. આ મિશન અંતર્ગત સુરત શહેર અને જિલ્લાના પ્રભારી તથા સુરત શહેરના મુખ્ય કન્વીનર તરીકે કિશોરકુમાર નર્મદાશંકર જાનીએ બહુમૂલ્ય શ્રેષ્ઠ સંકલન કરીને સુરતમાં ૩૦ જેટલા રક્તદાન કેન્દ્રોમાં ખૂબ સારું રક્તદાન કરેલ છે. આ મહા સેવાયજ્ઞમાં એક્સપેરિમેન્ટલ કેમ્પસના રક્તદાન કેન્દ્ર ઉપર ભારત સરકારના ઓજસ્વી મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ પ્રિય સી.આર. પાટીલ, લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા સુરતના મુકેશભાઈ દલાલ, સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવાણી, એસ.ઈ.એસ.ના ચેરમેન અને છાંયડોના સ્થાપક પ્રમુખ સેવામૂર્તિ ભરતભાઈ શાહ, ઉપપ્રમુખ કેળવણીકાર દિનકરભાઇ નાયક, ચોર્યાસીનાધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સુરત પૂર્વનાધારાસભ્ય અરવિંદભાઈ રાણા, સુરત મહાનગર ભાજપના પ્રમુખ પરેશભાઈ પટેલ, સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, સુરત પીપલ્સ બેંકના ચેરમેન અમિતભાઈ ગજ્જર, સુરત શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ રમેશચંદ્ર શાહ, ઉપાધ્યક્ષ દિનેશભાઈ ભટ્ટ, એસ.ઈ.એસ. એકેડેમિક ચેરમેન અજીતભાઈ શાહ, મેનેજિંગ કમિટી મેમ્બર પ્રતિકભાઈ શ્રોફ, સુરત શહેર આચાર્ય સંઘ અધ્યક્ષ વિજયકુમાર બારોટ, સહમંત્રી સુરેન્દ્રકુમાર વાડીલે, કેન્દ્ર ઇન્ચાર્જશ્રી સુનિલકુમાર જાદવ, કલ્યાણનિધિ કન્વીનરશ્રી સુનિલભાઈ જોશી, આર.એસ.એમ. પી.ટી.એ. પ્રમુખ કેતનભાઇ ઘીવાલા, મંત્રી મુકેશભાઈ પરમાર, સુરત વહીવટી સંઘના પ્રમુખ અજીતસિંહ સરવૈયા, વિવિધ ઘટક સંઘોના અગ્રણી હોદ્દેદારો, પદાધિકારીઓ, વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં સૌ લોકોએ આ ઐતિહાસિક મિશનમાં ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ તકે સુરતના તમામ કર્મચારી મંડળોના હોદ્દેદારો, રક્તદાન કેન્દ્રોના મુખ્ય ઇન્ચાર્જશ્રીઓ અને આ વિશ્વ રેકોર્ડ બનાવવામાં સહયોગી તમામ સાથીઓને ખૂબ ખૂબ સરાહના સાથે હાર્દિક અભિનંદન પાઠવેલ છે. (૩પ-૧ર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
