<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

પ્રેરણા ને સાર્થક કરવાનો મોકો મને સમાજે આપ્યો છે : ગીતાબેન રબારી : કચ્છમાં નૂતન કોલેજ ભવન નવ નિર્માણ અર્થે લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા શ્રી ઢેબર રબારી શૈક્ષણિક સંકુલ અંજારને ૨૧ લાખનું અનુદાન

ગુજરાત ની દીકરીઓ ના ભણતર ની ચિંતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે તો તો આપણે પોતે આપણી ફરજ સમજી ને દીકરી ને નિશાળે મોકલવી પડે : લોક ગાયિકા ગીતાબેન રબારી ના પિતા કાનાભાઈ રબારીના આ શબ્દો યાદગાર

રાજકોટ તા.૧૮

 "કોઈ ની પ્રેરણા ક્યા સંજોગો માં ભગવાન અને સમાજ સિદ્ધ કરાવે છે એ સમય ને આધિન છે" આ શબ્દો લોક ગાયિકા ગીતાબેન રબારીના છે તેઓ હાલ અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેમને જાણવા મળેલ કે તેમનો સમાજ શૈક્ષણિક ક્ષેત્રે નૂતન કોલેજ નું નિર્માણ કરી રહ્યું છે અને એજ્યુકેશન નું પોતાના જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નાનપણ માં એ સમયે માતા પિતા દિકરીઓ ને સ્કૂલ મોકલવાનું ટાળતાં હતા એ અરસામાં ગુજરાત ના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના સમય ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં બેટી પઢાવ પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરેલ એ પોસ્ટ કાર્ડ અમારે ત્યાં પણ મારા પિતાજી ને આવેલ તરત જ પોસ્ટમેને તેમણે કહ્યું ભાઈ આ ક્યાં થી આવ્યો છે અને શેનો છે વાંચી સંભળાવ.

પોસ્ટમેને પિતાજી ને કહ્યું આપણા મુખ્ય મંત્રી એ લખ્યું છે તમારી દીકરી ને ભણવા નિશાળે મૂકો... એ વાત મારા પિતાજી ને ઘર કરી ગઈ કે, ગુજરાત ની દીકરીઓ ના ભણતર ની ચિંતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી  કરે છે તો તો આપણે પોતે આપણી ફરજ સમજી ને દીકરીને નિશાળ મુકવી પડે. બસ આ પ્રેરણાદાયક પોસ્ટકાર્ડે મને જીવન માં ભણતર સાથે ઘડતર નું જ્ઞાન આપ્યું છે અને  દેશ અને દુનિયા ના લોકો એ માન સન્માન સાથે મને ગુજરાત ની લોક ગાયિકા તરીકે ખ્યાતિ અપાવી છે ત્યારે મારી પણ ફરજ બને છે કે, મારે પણ સમાજ ને કંઈક આપવું જોઈએ.

         જોગાનુજોગ આજે દેશમાંથી મારા ભાઈ જેમલભાઈ રબારીનો ફોન આવતા જણાવ્યું કે, બહેન આપણો સમાજ શૈક્ષણિક ક્ષેત્રે કોલેજ નું નિર્માણ કરવા જઈ રહ્યું છે ત્યારે આપણે આ સેવાકીય કાર્યમાં યોગદાન આપવું જોઈએ. ઘેર પિતાજી  કાનાભાઈ રબારી અને મારા પતિ  પૃથ્વીકુમાર સાથે વાતચીત કરી ને સમાજની શૈક્ષણિક સંસ્થાન કોલેજ ના નિર્માણ માટે એકવીસ લાખ નું અનુદાન આપવા માટે પ્રેરણાદાયી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી  એટલા માટે છે કે તેમના એક પોસ્ટકાર્ડે મને ભણતર ની રાહ બતાવેલ. 

જોગાનુજોગ તા.૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસ હતો આ નિમિત્તે શૈક્ષણિક કાર્યમાં અમારા પરીવાર તરફથી સમાજ ને અનુદાન આપવાની સાથે નરેન્દ્રભાઈ મોદી ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહી છું એનું મને ગૌરવ છે કે એમની પ્રેરણા ને સાર્થક કરવાનો મોકો મને આજે મારા સમાજે આપ્યો છે.

(6:45 PM IST)