<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

પીએમ મોદીના જન્મદિવસે ' નમો કે નામ રક્તદાન ' શિબિર : વિવિધ કેમ્પમાં 1115 બોટલ રક્ત એકત્ર થયું

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સંયુક્ત કર્મચારી મોરચાના દ્રારા જામનગરના યોજાયેલ કેમ્પમાં જી.જી. હોસ્પિટલ અને બ્લડ બેંકના સ્ટાફનો સાથ અને સહયોગ મળ્યો

જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીજીના 75 મા જન્મદિવસની ઉજવણી અને ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા નિમિતે તા. 16/09/2025ના રોજ સમગ્ર ગુજરાતમાં 350થી વઘુ સ્થળે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને  સંયુક્ત કર્મચારી મોરચાના દ્રારા "નમો કે નામ રક્તદાન " શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું . જામનગર શહેરમાં નેશનલ હાઈસ્કૂલ અને ડીકેવી કોલેજ સહીત તાલુકા કક્ષાએ ચાર સ્થળે એમ છ સ્થળે. યોજાયેલા કેમ્પમાં 1115 બોટલ રક્ત એકઠું થયું હતું. જેમાં રેડ ક્રોસના સભ્યોએ પણ રક્તદાન કરેલુ છે. 

 આ કેમ્પમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમ, 79 જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી હકૂભા જાડેજા, ભાજપ પૂર્વ પ્રમુખ અને ગોવા શિપિંગ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઇ હિંડોચા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાળસિંહ, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, વાઈસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ , જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર,, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા. શાશનાધિકારી ફાલગુનીબેન પટેલ, અગ્રણી જીતુભાઈ લાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, વિજયભાઇ ચંદ્રા, નિકુંજભાઈ ચટવાણી સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં

  આ રક્તદાનના મહાયજ્ઞમાં ઈન્ડિયન રેડક્રોસ જામનગર શાખા તરફથી ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ,વાઈસ ચેરપર્સન દિપાબેન સોની, ટ્રેઝરર કિરીટભાઈ શાહ,  પૂર્વ ચેરમેન બિપીનભાઈ ઝવેરી, અમૃતિયાભાઈ,  કેશુભાઈ ધેટીયા,  જોગિનભાઈ જોશી,  નીતીનભાઈ પરમાર ભાર્ગવભાઈ ઠાકર, રાજુભાઇ ભાનુશાળી, નિકુલદાન ગઢવી, સુરેશભાઈ ભીંડી, દીપકભાઈ વાછાણી, હિતેશભાઈ વાછાણી, મિલનમાઈ કુબાવત,  ભાવનાબેન રાણા, અવનીબેન ત્રિવેદી, નૃપાબેન મકવાણા, કાજલબેન ગનીયાણી, હિનાબેન શાહ,  ભરતભાઈ દવે, અજીતસિહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.

     સમગ્ર આયોજનમાં  જી.જી. હોસ્પિટલ અને બ્લડ બેંકના સ્ટાફનો સાથ અને સહયોગ મળેલો હતો. તે માટે  રેડ ક્રોસ જામનગર શાખા જી.જી. હોસ્પિટલના ડીન નંદિનીબેન દેસાઈનો આભાર માને છે

(10:20 PM IST)