<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વછતા રેલી યોજાઈ.

મહાનગરપાલિકાના સ્ટાફ તથા ન્યૂ એરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  ભારત સરકાર દ્વારા 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીને જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ આપવા ભારતભરમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન ક૨વામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવાને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ટ્રાન્સપોર્ટ હબની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા તારીખ 18 સપ્ટેમ્બરના રોજ મોરબી મહાનગરપાલિકાના સ્ટાફ તથા ન્યૂ એરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ રીતે 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અંગેની પ્રવૃતિઓનું આયોજન ક૨વામાં આવ્યું છે

(11:42 PM IST)