<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મોડેલ સ્કૂલ – મોટીબરાર ખાતે “સ્વચ્છતા હી સેવા 2025” અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઈ

સ્વચ્છતાના વિચારને ગ્રામ્ય સમાજ સુધી પહોંચાડવા માટે નારાઓ બોલી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ

( પ્રવિણ વસિ દ્વારા ) મોરબી : મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ગુજરાત સરકાર પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ અનુસંધાને તેમજ ગ્રામીણ સમાજમાં સ્વચ્છતાના મૂલ્યને પ્રસારિત કરવા “સ્વચ્છતા હી સેવા 2025” અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના વિચાર દર્શક સ્વનિર્મિત સ્લોગન તેમજ ચાર્ટનુ નિર્માણ કરવામા આવેલ. સ્વચ્છતાના વિચારને ગ્રામ્ય સમાજ સુધી પહોંચાડવા માટે નારાઓ બોલી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શાળાના આચાર્ય બી.એન.વિડજા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકો તેમજ તમામ શિક્ષકો હોંશભેર સહભાગી બન્યા હતા.


 

(12:59 AM IST)