<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મોરબીના નાગડાવાસના પાટીયા પાસે અકસ્માત : એક યુવાનનું મોત, એક સારવારમાં


( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી-માળીયા હાઇવે ઉપર નાગડાવાસના પાટીયા પાસે તા.17-9ના વહેલી સવારે ચારેક વાગ્યે અકસ્માત બનાવબનેલ છે. જે બનાવમાં રાજાભાઇ મનુભાઇ કગથરા (ઉ.વ.રપ) અને જયેશ પ્રભુભાઇ ઉકાવા (ઉ.વ.19) ને ઇજા થતા અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જયાં ટુંકી સારવાર દરમ્યાન રાજાભાઇ કગથરા (રપ) (રહે. વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-2 ) નું મોત નિપજયું હતું. જયારે જયેશભાઇ ઉકાવાને સારવારમાં એડમીટ કરાયેલ હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડીયા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે


 

(1:03 AM IST)