News of Friday, 19th September 2025
અજાણ્યા કારણોસર મરણ પામનાર મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ
મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં અજાણ્યા કારણોસર મૃત્યુ પામનાર મૃતકની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોરબીએ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૪/૦૯/૨૦૨૫ ના ૧૨:૧૦ કલાક પહેલા કોઇપણ સમયે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં સ્પેલ કારખાના તરફ તેમજ વાડી વિસ્તાર તરફ જતા કાચા રસ્તા પાસે ટ્રેસા કારખાનાની પશ્ચિમ દિવાલ પાસે અજાણ્યા કારણોસર મૃત્યુ પામતા તેની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવી ત્યાંના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ.ના ૯૯૦૪૭૧૩૨૪૭ અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૬૬ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.
(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
