<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મોરબીના જેપુર ગામ નજીકથી દારૂની ૮૨ બોટલ અને બીયરના ૩૩ ટીનનો જથ્થો જપ્ત.

જેપુર ગામની સીમમાં બાવળની કાંટમાં પોલીસે રેડ કરતા આરોપી નાસી ગયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  જેપુર ગામની સીમમાં બાવળની કાંટમાં પોલીસે રેડ કરતા આરોપી નાસી ગયો હતો સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની ૮૨ બોટલ અને બીયરના ૩૩ ટીન અને મોબાઈલ સહિત ૧.૪૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

    મોરબી તાલુકા પોલીસ ટીમે જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળ કાંટમાં બાતમીને આધારે રેડ કરી હતી બાવળની કાંટમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૮૨ અને બીયર નંગ ૩૩ મળીને કુલ રૂ ૧,૪૨,૦૪૦ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ એમ કુલ રૂ ૧,૪૭,૦૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમીયાન આરોપી રોહિત મુન્નાભાઈ કોળી નાસી જતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:20 AM IST)