<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

બોલ બોલ કરી રહેલા નાથાભાઇને ગાળો દેતાં હોવાનું સમજી પાઇપના ઘા

ચોટીલાના ચાંડપા ગામના પ્રોૈઢ રાજકોટ સારવારમાં

 

રાજકોટ તા. ચોટીલાના ચાંડપા ગામે રહેતાં નાથાભાઇ ગોવાભાઇ વાઘેલા (ઉ.વ.૫૫) સાંજે ગામમાં હતાં ત્‍યારે પોતાની રીતે બોલબોલ કરતાં હતાં એ વખતે ગામના જ મનજીભાઇ નામના શખ્‍સે તેને પાઇપથી માર મારતાં લોહીલુહાણ થઇ જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

નાથાભાઇ નિવૃત જીવન જીવે છે. તેના સગાના કહેવા મુજબ તેમને બોલબોલ કરવાની આદત હોઇ તે બજારમાં પોતાની રીતે એકલા એકલા બોલતાં હતાં ત્‍યારે મનજીભાઇને થયું હતું કે નાથાભાઇ તેને ગાળો આપે છે. આથી તેણે ઉશ્‍કેરાઇ જઇ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:01 AM IST)