<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

કુવાડવામાં સોખડા રોડ પર ટ્રકમાં જ ચાલક દુર્ગા પાલનું હાર્ટએટેકથી મોત

મુંબઇથી રાજકોટ ટ્રક ખાલી કરી જામનગર જવાનું હતું: આરામ કરવા સુતા પછી જાગ્‍યો જ નહિઃ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

 

રાજકોટ તા. ૧૯: કુવાડવા નજીક સોખડા રોડ પર બ્‍લેક સ્‍ટોન હોટલ પાસે ટ્રક ચાલક યુવાનનું ટ્રકમાં સુતો હતો ત્‍યારે હાર્ટએટેક આવી જતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મહારાષ્‍ટ્રનો દુર્ગાભાઇ પ્રસાદભાઇ પાલ (ઉ.વ.૪૦) નામનો યુવાન ટ્રક હંકારી મુંબઇથી રાજકોટ આવ્‍યો હતો. લોઠડા ખાતે ટ્રક ખાલી કરી જામનગર જવાનું હોઇ એ પહેલા તે કુવાડવા નજીક સોખડા રોડ પર હોટલ પાસે ટ્રક ઉભો રાખી આરામ કરવા ટ્રકમાં સુઇ ગયો હતો. પરંતુ બાદમાં તે નહિ જાગતાં તેની સાથેના ક્‍લીનરે ૧૦૮ બોલાવી તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

મૃત્‍યુ પામનાર દુર્ગાભાઇ પાલ ત્રણ ભાઇમાં વચેટ હતો. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએઅસાઇ કે. ડી. ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:02 AM IST)